Site icon

  Falguni Pathak Navratri Garba: ગરબા ઘેલાને કાંઈ ન નડે… મુંબઈમાં મુશળધાર વરસાદ વચ્ચે પણ ફાલ્ગુની પાઠકએ બોલાવી રમઝટ, ખેલૈયા ઘૂમ્યા ગરબા, જુઓ વીડિયો

Falguni Pathak Navratri Garba: ફાલ્ગુની પાઠકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે છત્રી પકડીને સ્ટેજ પર પરફોર્મ કરતી જોઈ શકાય છે. ધોધમાર વરસાદ વરસ્યો હતો છત્તાં લોકોનો ઉત્સાહ ઓછો થયો ન હતો. અને ચાલુ વરસાદે ગરબા રમ્યા હતા.

Falguni Pathak Navratri Garba Falguni Pathak Perfroms in Mumbai Rain ,Crowd Goes Crazy ,Watch Viral Video

Falguni Pathak Navratri Garba Falguni Pathak Perfroms in Mumbai Rain ,Crowd Goes Crazy ,Watch Viral Video

News Continuous Bureau | Mumbai

Falguni Pathak Navratri Garba: નવરાત્રી આવતા જ લોકો ગરબા ક્વીન તરીકે જાણીતી ફાલ્ગુની પાઠકને યાદ કરે છે. નવરાત્રીના દિવસોમાં તે મુંબઈમાં ધૂમ મચાવી રહી છે. ફાલ્ગુની માત્ર નવ વર્ષની હતી ત્યારથી સ્ટેજ પરફોર્મન્સ આપી રહી છે. જોકે નવરાત્રીમાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારે વરસાદ છે. વીજળીના કડાકા અને ભડાકા સાથે અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. જેના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા. આજે પણ મુંબઈમાં વરસાદની આગાહી કરવાામાં આવી છે. દરમિયાન ‘ગરબા અને દાંડિયાની કવિન’ તરીકે પ્રખ્યાત સિંગર ફાલ્ગુની પાઠકે ગુરુવારે સાંજે ભારે વરસાદ વચ્ચે પણ મુંબઈના લોકો માટે પર્ફોર્મન્સ આપ્યું હતું. અને  ભારે વરસાદ વચ્ચે પણ ખેલૈયાઓ મનમુકીને ગરબે ઘૂમ્યા હતા.

Join Our WhatsApp Community

Falguni Pathak Navratri Garba:

Falguni Pathak Navratri Garba: ફાલ્ગુની પાઠકે સ્ટેજ પર પરફોર્મ કર્યું હતું

 ગઈકાલે રાત્રે 9 વાગ્યાથી અંદાજે એક કલાકથી વધુ સમય માટે વરસાદ વરસતો રહ્યો તો પણ રાસોત્સવને અસર ન થઈ અને જોકે ખેલૈયાઓને મોજ પડી ગઈ હતી. ફાલ્ગુની પાઠકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે છત્રી પકડીને સ્ટેજ પર પરફોર્મ કરતી જોઈ શકાય છે. ચાહકો પણ ગાયકને ચીયર કરતા અને તેના ગીતો પર ગરબે ઘુમતા જોવા મળે છે. આમ ગ્રાઉંડમાં ખેલૈયાઓ એ વરસતા વરસાદ વચ્ચે ગરબાનો મોજ માણી હતી. 

Falguni Pathak Navratri Garba: ચાહકોએ ખૂબ વખાણ કર્યા

સોશિયલ મીડિયા પર વિડિયો કેપ્શન સાથે શેર કરવામાં આવ્યો છે, “વરસાદ પણ ઉત્સાહને ઓછો કરી શક્યો નહીં. ફાલ્ગુની પાઠકે જલવો વિખર્યો અને મુંબઈ મનમુકીને નાચ્યું.” ગાયકના આ વીડિયો પર લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું. એક યુઝરે લખ્યું, વાહ, મને ખરેખર મજા આવી. ફાલ્ગુનીએ કેવું પરફોર્મન્સ આપ્યું છે. અન્ય એક યુઝરે લખ્યું કે,લોકો કોલ્ડપ્લે પણ ભૂલી ગયા. એક યૂઝરે લખ્યું કે રિયલ પરફોર્મર તો અન્ય એક યુઝરે જણાવ્યું કે ગરબા ઘેલાને કાંઈ ન નડે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Cooper Hospital rats: કૂપર હોસ્પિટલમાં ઉંદરના ત્રાસની સમસ્યાઓ પર ફરિયાદ મળતા પાલિકા સફાળી જાગી. હવે ઉંદર પકડવાના કામમાં વ્યસ્ત.
Mumbai Reservoirs Full: મુંબઈના જળાશયોમાં જળસંગ્રહ વિક્રમી સપાટીએ, નાગરિકોની પાણીની ચિંતા હળવી
Mumbai Pawai: મુંબઈના પવઈ વિસ્તારમાં નશામાં ધૂત શખ્સે મહિલા ડોક્ટર પર હુમલો કર્યો. ગાડીને નુકસાન પહોંચાડ્યું
Nikita Ghag news: જાણીતા બોલિવૂડ પ્રોડ્યુસર પર અભિનેત્રી અને તેના સાગરિતો દ્વારા ₹૧૦ લાખની ખંડણીની માંગણી સંદર્ભે પોલીસ ફરીયાદ નોંધાઈ.
Exit mobile version