Site icon

માસ્કને લગતો તકલઘી નિર્ણય પાછો ખેંચવાની આ સંસ્થાએ કરી મુખ્ય પ્રધાનને માગણી, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 1 ડિસેમ્બર 2021
બુધવાર

જો કોઈ ગ્રાહક દુકાનમાં માસ્ક વગર જોવા મળે તો દુકાનદારોએ  10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે અને ભૂલથી જો માલિકે પણ માસ્ક ન પહેર્યું હોય તો તેને પણ 50,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે એવો મહારાષ્ટ્ર સરકારે નવો સર્ક્યુલર બહાર પાડયો છે. સરકારના આ નિર્ણયને રાજયના વેપારીઓ સંસ્થાઓનુ નેતૃત્વ કરતી  ફેડરેશન ઑફ એસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર (FAM) પાછો ખેંચવાની માગણી કરી છે.

Join Our WhatsApp Community

 

ચેરમેન વેંકૈયા નાયડુએ 12 સાંસદોના સસ્પેન્શન રદ કરવાનો અનુરોધ ફગાવ્યો, આપ્યું આ કારણ; જાણો વિગતે  

FAM ના ડાયરેકટર જનલર આશિષ મહેતાએ મીડિયાને જણાવ્યું હતું કે સરકારે વેપારીઓ સાથે કોઈ પ્રકારની ચર્ચા નહીં કરતા તકલઘી નિર્ણય લીધો છે. તેની સામે ચોતરફ વિરોધ થઈ રહ્યો છે. વેપારી વર્ગમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે. સરકારના નિયમથી વેપારીઓ અન્યાય કરવામાં આવ્યો છે. ગ્રાહક માસ્ક ન પહેરે તે માટે દુકાનદારને દંડવો કયાંનો ન્યાય છે? વ્યક્તિએ તેની ખાનગી કારમાં પણ માસ્ક પહેરવું પડશે, ભલે તે ફક્ત પરિવારના સભ્યો સાથે જ મુસાફરી કરી રહ્યો હોય. તેથી (FAM)દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ઉદ્ધવ ઠાકરે જીને તાત્કાલિક આદેશ પાછો ખેંચવા અને મુંબઈના નાગરિકોને રાહત આપવા માટે અમે અપીલ કરી છે. 

Mumbai Metro Stunts: મુંબઈ મેટ્રોમાં જોખમી સ્ટંટ કરનારાઓ સામે લાલ આંખ: વાલીઓ માટે મેટ્રો પ્રશાસનની કડક ચેતવણી, અસુરક્ષિત કૃત્યો બદલ થશે જેલ અને દંડ
Govandi Shivaji Nagar Clash: મુંબઈના ગોવંડીમાં રાજકીય જંગ: સોશિયલ મીડિયા પોસ્ટ મુદ્દે AIMIM અને સપાના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ, પોલીસે 9ની કરી ધરપકડ
Goregaon Stepmother Attack Case: ગોરેગાંવમાં કૌટુંબિક વિવાદમાં લોહીની હોળી: પિતાના બીજા લગ્નથી નારાજ પુત્રએ સાવકી માતા પર જીમના લોખંડના વજનથી કર્યો જીવલેણ હુમલો
Mumbai Hotel Gas Crisis: મુંબઈમાં ‘ગેસ સંકટ’થી હાહાકાર! ૨૦% હોટલો બંધ, બે દિવસમાં ૫૦% ને તાળા વાગવાની શક્યતા; હોટલ માલિકોમાં ચિંતા.
Exit mobile version