Site icon News Continuous Bureau | Mumbai

FDA Suspends Blinkit Warehouse ખાદ્ય સુરક્ષા સાથે ચેડાં ભારે પડ્યા! મલાડના વેરહાઉસમાં ગંદકી અને જીવજંતુઓ મળતા મહારાષ્ટ્ર એફડીએની મોટી કાર્યવાહી

FDA Suspends Blinkit Warehouse ફૂડ સેફ્ટીના નિયમોનું ગંભીર ઉલ્લંઘન થતાં અન્ન અને ઓષધ પ્રશાસન (Food and Drug Administration) વિભાગે મોટી કાર્યવાહી કરી છે.

FDA Suspends Blinkit Warehouse  ખાદ્ય સુરક્ષા સાથે ચેડાં ભારે પડ્યા! મલાડના વેરહાઉસમાં ગંદકી અને જીવજંતુઓ મળતા મહારાષ્ટ્ર એફડીએની મોટી કાર્યવાહી

FDA Suspends Blinkit Warehouse ખાદ્ય સુરક્ષા સાથે ચેડાં ભારે પડ્યા! મલાડના વેરહાઉસમાં ગંદકી અને જીવજંતુઓ મળતા મહારાષ્ટ્ર એફડીએની મોટી કાર્યવાહી

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

FDA Suspends Blinkit Warehouse ક્વિક કોમર્સ (Quick Commerce) પ્લેટફોર્મ બ્લિંકિટ (Blinkit) વિરુદ્ધ મુંબઈમાં ફૂડ સેફ્ટી (Food Safety) ને લઈને કડક પગલાં લેવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના અન્ન અને ઓષધ પ્રશાસન (FDA) વિભાગે મલાડ વેસ્ટ (Malad West) સ્થિત બ્લિંકિટના ડાર્ક સ્ટોર અને વેરહાઉસનું લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધું છે.

FDA Suspends Blinkit Warehouse – વેરહાઉસ નિરીક્ષણ દરમિયાન મળી આવી ગંભીર અનિયમિતતાઓ

એફડીએ (FDA) ના અધિકારીઓ દ્વારા મલાડના સર્વોદય ભુવન ખાતે આવેલા આ વેરહાઉસ પર અચાનક દરોડો પાડીને તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ત્યાં રાખવામાં આવેલા ફ્રેશ ફ્રૂટ્સ અને શાકભાજી પર મોટા પ્રમાણમાં વંદા (Cockroach) અને જીવાતો ફરતી જોવા મળી હતી, જે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે સીધો ચેડા સમાન છે. આ ઉપરાંત સ્ટોરેજ (Storage) રૅક્સ કાટ ખાયેલા હતા અને ખાદ્ય સામગ્રીને ગંદી જગ્યા કે સીધા ફ્લોર પર રાખવામાં આવી હતી, જે ખાદ્ય સુરક્ષાના ધોરણોની તદ્દન વિરુદ્ધ છે.

FDA Suspends Blinkit Warehouse – એક્સપાયરી ડેટ વાળા અને ટેમ્પરિંગ કરેલા સામાનનો જથ્થો

નિરીક્ષણ ટીમ (Inspection Team) ને વેરહાઉસની અંદર કોલ્ડ રૂમમાં તાજા સામાનની સાથે જ એક્સપાયર થયેલી (Expired) અને પેકિંગ સાથે ચેડાં થયેલી ખાદ્ય ચીજવસ્તુઓ પણ મળી આવી હતી. પેકેજ્ડ ફૂડ (Packaged Food) આઇટમ્સના સંગ્રહ માટે યોગ્ય પેસ્ટ કંટ્રોલ (Pest Control) કે રોડેન્ટ કંટ્રોલની કોઈ વ્યવસ્થા ત્યાં નહોતી. વેરહાઉસમાં કામ કરતા કર્મચારીઓ માટે પણ આરોગ્ય તપાસ (Health Check-up) ના કોઈ રેકોર્ડ ઉપલબ્ધ નહોતા તેમજ જરૂરી સુરક્ષા ઉપકરણોનો પણ અભાવ જોવા મળ્યો હતો.

FDA Suspends Blinkit Warehouse – ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ લેવાયા કડક પગલાં

ખાદ્ય સુરક્ષા અને ધોરણો કાયદો (Food Safety and Standards Act) ની કલમ ૩૨(૩) હેઠળ આ વેરહાઉસનું ફૂડ લાયસન્સ (Food Licence) રદ કરવાની સત્તાવાર કાર્યવાહી કરવામાં આવી છે. આ ઓર્ડર બાદ સંબંધિત કંપની અથવા સંચાલકો હવે આ જગ્યા પરથી કોઈપણ પ્રકારનો ખાદ્ય વ્યવસાય, વેચાણ કે ડિસ્ટ્રિબ્યુશન (Distribution) કરી શકશે નહીં. ગ્રાહકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે કોઈ સમજૂતી ન થાય તે માટે તંત્ર દ્વારા આગામી સમયમાં પણ આ પ્રકારની સઘન તપાસ ચાલુ રાખવામાં આવશે.

👉 આ સમાચાર વાચો:
Gold Silver Price સોનાના ચાહકો માટે મોટા સમાચાર ગ્લોબલ માર્કેટમાં પીળી ધાતુ ચમકી, CPI ડેટા પરં મંડાઈ સૌની નજર!

Railway Special Drive Divyang Coach દિવ્યાંગ કોચમાં ઘૂસણખોરી સામે રેલવેની લાલ આંખ ૩૩ અનધિકૃત મુસાફરો ઝડપાયા, ₹૬૬,૦૦૦નો તોતિંગ દંડ ફટકાર્યો!
Seawoods Surprise Ticket Checking Drive સીવુડ્સ દારાવે સ્ટેશને રેલવે તંત્રની તવાઈ સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગમાં ૨૩૯ મુસાફરો ઝડપાયા, ₹૧.૧૯ લાખથી વધુનો દંડ વસૂલાયો!
Dahisar Police Recovers Lost Gold Bag દહિસર પોલીસની પ્રશંસનીય કામગીરી રિક્ષામાં ભૂલી ગયેલી ₹૪.૫૦ લાખની સોનાની ચેઇન અને રોકડ ભરેલી બેગ અડધા કલાકમાં પરત અપાવી!
Mankhurd Kidnapped Child Rescued મુંબઈ પોલીસની પ્રશંસનીય કામગીરી માનખુર્દમાંથી અપહરણ થયેલું ૨ વર્ષનું માસૂમ બાળક સહીસલામત મુક્ત, આરોપી દંપતીની ધરપકડ!
Exit mobile version