Site icon

યાત્રી કૃપયા ધ્યાન દે!!! મુંબઈથી ગુજરાત સહિત ઉત્તર ભારત જતી ટ્રેનોને પાંચ દિવસ થશે અસર..  જાણો વિગતે.

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

ટ્રાફિક અને પાવર બ્લોકને પશ્ર્ચિમ રેલવેની(Western railway) મુંબઈથી ગુજરાત થતા ઉત્તર ભારત તરફ જનારી મેલ એક્સપ્રેસ(Mail express) ટ્રેનોને આજથી ચાર મે, 2022 સુધી અસર થવાની છે. 

રેલવેના જણાવ્યા મુજબ ઓવર હેડ ઇક્વિપમેન્ટ (OHE) માટે 29મી એપ્રિલ, 2022 થી 4થી મે 2022 સુધીના ટ્રાફિક અને પાવર બ્લોક(Power block) લેવામાં આવ્યો છે. તેને કારણે, કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર થશે. અમુક ટ્રેનો ટૂંકી ટર્મિનેટ(short terminate) તો અમુક આંશિક રીતે રદ કરવામાં આવશે અને મુસાફરોના લાભ માટે કેટલીક ટ્રેનોને વધારાના હોલ્ટ આપવામાં આવશે.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે: 

1. ટ્રેન નંબર 12934 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસને 29મી એપ્રિલ થી 4 મે, 2022 સુધી બોઈસર અને વિરાર ખાતે વધારાનો હોલ્ટ આપવામાં આવશે.

આ ટ્રેન આંશિક રીતે રદ રહેશે, જેમાં 

1. ટ્રેન નંબર 93013 ચર્ચગેટ – દહાણુ રોડ લોકલ પાલઘર ખાતે ટૂંકાવી દેવામાં થશે અને 29મી એપ્રિલથી 4 મી મે 2022 સુધી પાલઘર અને દહાણુ રોડ વચ્ચે ટ્રેન રદ કરવામાં આવશે.

2. ટ્રેન નંબર 93012 દહાણુ રોડ- ચર્ચગેટ લોકલ પાલઘર થી ઉપડશે અને 29મી એપ્રિલથી 4થી મે 2022 સુધી દહાણુ રોડ અને પાલઘર વચ્ચે રદ રહેશે.

આ ટ્રેનોનું નિયમન એટલે સ્ટેશન પર અમુક સમય માટે હોલ્ડ પર રાખવામાં આવશે, જેમાં 

1. ટ્રેન નંબર 22952 ગાંધીધામ – બાંદ્રા ટર્મિનસ(bandra terminus) 29મી એપ્રિલ 2022 ના રોજ 55 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે

2. ટ્રેન નંબર 12934 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ(Mumbai central) કર્ણાવતી એક્સપ્રેસ 29મી એપ્રિલ 2022થી 4મી મે 2022 દરમિયાન 45 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  શાબ્બાશ!! RPFના જવાને ચાલુ ટ્રેનમાંથી નીચે પડેલા પ્રવાસીનો જીવ બચાવ્યો. જુઓ વિડિયો. જાણો વિગતે.

3. ટ્રેન નંબર 20483 ભગત કી કોઠી – દાદર એક્સપ્રેસ 29મી એપ્રિલ 2022 અને 3જી મે 2022ના  35 મિનિટ માટે રેગ્યુલેટ કરાશે. 

4. ટ્રેન નંબર 12990 અજમેર – દાદર એક્સપ્રેસ 30મી એપ્રિલ 2022 અને 2જી મે 2022ના રોજ 00.35 મિનિટે રેગ્યુલેટ કરવામાં આવશે.

5. ટ્રેન નંબર 12489 બિકાનેર – દાદર એક્સપ્રેસ 1લી મે 2022 અને 4થી મે 2022 ના રોજ 00.35 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.

6. ટ્રેન નંબર 22473 બિકાનેર – બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 3જી મે 2022 ના રોજ 55 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.

 

Mahaparinirvan Diwas: મહાપરિનિર્વાણ દિવસે બોરીવલીમાં પૂ. શ્રી બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓની સેવા માટે બોરીવલી બિઝનેસમેન અસોસિએશન આગળ આવી, નેતાઓએ પણ નિભાવ્યો મહત્વનો હિસ્સો
Savarkar Literature Study Circle: વરિષ્ઠ પત્રકાર સ્વપ્નિલ સાવરકરની સાવરકર સાહિત્ય અભ્યાસ મંડળના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક
Mumbai: મુંબઈ માટે ‘હાઈ ટાઈડ’ એલર્ટ! આગામી ૪ દિવસ દરિયાકિનારે જવાનું ટાળો, BMC એ જરૂરી સૂચનાઓ આપી
Dharavi extortion case: ધારાવીમાં BMC અધિકારી બનીને નાના વેપારીઓ પાસેથી ખંડણી વસૂલતી ગેંગ: 1 ઝડપાયો, 3 ફરાર
Exit mobile version