ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૫ જુલાઈ, ૨૦૨૧
ગુરુવાર
ડોમ્બિવિલી ઈસ્ટ વિસ્તારમાં આજે બપોરે ભીષણ આગ લાગી હતી. ડોમ્બિવલી સ્ટેશન નજીક આવેલી લક્ષ્મી નિવાસમાં હોનારત બની હતી. બિલ્ડિંગના બીજે માળે ભીષણ આગ લાગતાંએનો ધુમાડો સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગયો હતો. તાત્કાલિક જ ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની ગાડી અને ઍમ્બ્યુલન્સ પહોંચી ગયાં હતાં.
આગ ઉપર નિયંત્રણ મેળવવાનું કામ શરૂ થયું છે. જોકેઆ આગ કેમ લાગી એ વિશે હજી માહિતી મળી નથી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સૌપ્રથમ બિલ્ડિંગમાં આવેલા ગોડાઉનમાં આ આગ લાગી હતી અને ત્યાર બાદ બિલ્ડિંગના અન્ય ભાગમાં ફેલાઈ હતી.
ડોમ્બિવલીની એક ઈમારતમાં ભીષણ આગ લાગી; બચાવ કાર્ય શરૂ, જુઓ વિડિયો… #Mumbai #dombivali #fire #building pic.twitter.com/JbzeXcTOnw
— news continuous (@NewsContinuous) July 15, 2021
