Site icon

અરે વાહ, શું વાત છે! તુલસી વિવાહ નિમિત્તે મુંબઈમાં વેચાયા આટલા તુલસીના રોપા. જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 19 નવેમ્બર  2021 
શુક્રવાર.

આર્યુવેદ અને આધ્યાતિમક દ્દષ્ટિએ બહુગુણી રહેલી તુલસીના ૫૨,૦૦૦ રોપાનું મુંબઈ માં વેચાણ થયું હતું. આ રોપા પાલિકાના ઉદ્યાન ખાતામાંથી વેચાયા હતા. ધાર્મિક, આધ્યાત્મિક અને આયુર્વેદની દ્રષ્ટિએ બહુઉપયોગી ગણાતી તુલસીને ક્વીન ઓફ હર્બ્સ એટલે ઔષધોની રાણી તરીકે ઓળખવામાં આવે છે.
મુંબઈમાં  પાલિકાની જુદી જુદી નર્સરીમાંથી અત્યાર સુધી બાવન હજાર તુલસીના રોપા વેચાયા છે. કોવિડ કાળમાં પણ સામાજિક કાર્યક્રમ દરમિયાન તુલસીના રોપાનું મફતમાં વિતરણ કરવામાં આવ્યું હતું.

Join Our WhatsApp Community

તુલસી વનસ્પતિ નું શાસ્ત્રીય નામ ‘ઑસિમમ સંકટમ’ છે. ફુદીનાના કુળની એક સુગંધી વનસ્પતિ તરીકે તે ઓળખાય છે. એશિયા, યુરોપ અને આફ્રિકા ખંડમાં મોટા પ્રમાણમાં તુલસી મળી આવે છે. અહીં લગભગ ૩૦થી ૧૨ સેન્ટીમીટર ઊંચાઈ સુધી છોડ ઉગે છે. તુલસીના છોડવા સામાન્ય રીતે ૩૦થી ૧૨૦ સેન્ટીમીટર સુધી ઉંચા થાય છે.

ફી નથી ભરી તો અમે હોલટિકિટ નહીં આપીએ; વિદ્યાર્થીઓની પરીક્ષા ભલે છૂટી જાય; કાંદિવલીની શાળાની આવી મનમાની

તેના બહુગુણી ફાયદાને કારણે તેને આયુર્વેદમાં સ્થાન આપવામાં આવ્યું છે. આરોગ્યની દ્રષ્ટિએ તેના અનેક ફાયદા છે. લોહીના શુદ્ધિકરણ, ઓક્સિજન પુરવઠો સહિત અનેક ગંભીર બીમારીમાં તે રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. તેથી જ ભારતીય સંસ્કૃતિમાં તેને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે.
તુલસીની ભારે ડીમાન્ડને પગલે પાલિકાના ઉદ્યાન ખાતા આવતી નર્સરી અને રાણીબાગની નર્સરીમાંથી માત્ર એક રૂપિયાના દરે વેચવામાં આવ્યા હતા.

Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Worli Sewri Elevated Road Accident: વરલી-શિવડી એલિવેટેડ રોડના કામમાં જીવલેણ બેદરકારી: પરેલમાં ઊંચાઈ પરથી સળિયો પડતા રાહદારી યુવાન લોહીલુહાણ; સેફ્ટી નેટનો અભાવ.
Mumbai Drug Bust: મુંબઈમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ: ₹૨.૮૧ કરોડનું ‘હાઈ-ગ્રેડ’ ચરસ જપ્ત; નેપાળી દાણચોરો અને વિલે પાર્લેનું પેડલર દંપતી ઝડપાયું.
Exit mobile version