Site icon News Continuous Bureau | Mumbai

આખરે મુંબઈમાં 26 જાન્યુઆરીથી શાળા શરૂ થઈ રહી છે..!! મુંબઈ મહાનગરપાલિકાની લીલીઝંડી ની રાહ જોવાઇ રહી છે

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

29 ડિસેમ્બર 2020

મુંબઈ માધ્યમિક શાળા વિભાગ દ્વારા નવમા થી બારમા ધોરણ સુધી ના વર્ગો શરૂ કરવાની તજવીજ ચાલી રહી છે.  આગામી ૨૬ જાન્યુઆરીને પ્રજાસત્તાક દિને આ વર્ગો શરૂ કરવાની તૈયારી મુંબઈ મહાનગરપાલિકા શિક્ષણ વિભાગ કરી રહ્યું છે. જોકે આ અંગે હજુ આખરી નિર્ણય આજકાલમાં લેવાની શક્યતા છે.

ગયા કેટલાક મહિનાઓથી મુંબઈ અને આસપાસના પરિસરમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેથી મુંબઈ સહિત થાણા, રાયગઢ જિલ્લામાં ૯ થી ૧૨ ના વર્ગો શરૂ કરવાની શક્યતા સેવાઇ રહી છે. આ અંગે શાળા વિભાગ બધી રીતે સજ્જ છે, માત્ર અંતિમ નિર્ણય મનપા કમિશનરે લેવાનો છે. 

મુંબઇ થાણા પાલઘર અને અન્ય જિલ્લામાં કોરોના ના કેસો માં ઘણો ઘટાડો જણાતા દિવાળી બાદ 23 નવેમ્બર થી જ ૯ થી ૧૨ ધોરણની શાળા શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધી ૧૦ લાખ જેટલા વિદ્યાર્થીઓ શાળામાં દાખલ થઇ ચુક્યા છે. પરંતુ મૂળ મુંબઈ શહેરમાં કોરોનાનો વ્યાપ જોતા શાળા શરૂ કરવામાં આવી ન હતી. સાથે જ વિદ્યાર્થીઓના વાલીઓ પણ શાળા શરૂ થાય એમ ઇચ્છતા ન હતા. પરંતુ હવે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તરફથી કોરોના ને લઇ સાંત્વના મળતા શહેરમાં ૯ થી ૧૨ ના વર્ગો શરૂ કરવાની તૈયારી મુંબઈ કમિશનર કરી રહ્યા છે. એમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે..

Mumbai Metro Station Bus Fire મુંબઈમાં મેટ્રો સ્ટેશન નીચે બસમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટાથી મુસાફરોમાં નાસભાગ; ટ્રેન પણ રોકી દેવાઈ
Andheri DN Nagar Housebreaking Theft અંધેરી પૂર્વ અને ડી.એન. નગરમાં ચોરીનો પર્દાફાશ ₹૭.૨૭ લાખના સોનાના દાગીના અને રોકડ સાથે આરોપી ઝડપાયો
MIDC Police MCOCA Action MIDC વિસ્તારમાં ટેરર ફેલાવતી ગેંગનો પર્દાફાશ ‘મોકા’ અંતર્ગત 7 આરોપીઓ ઝડપાયા, ફરાર 4 શખ્સો સામે ગાળિયો કસાયો
Parksite Attempt To Murder Case પાર્કસાઈટ પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપીને ૧૦ વર્ષની સખત કેદ, સત્ર અદાલતે ફટકારી આકરી સજા
Exit mobile version