Site icon

Ghatkopar Hoarding Collapse: ઘાટકોપર દુર્ઘટનાનાં ઘાયલોને અઢી લાખ સુધીની આર્થિક સહાય: કેબિનેટ મંત્રી લોઢા

Ghatkopar Hoarding Collapse: હોર્ડિગ દુર્ઘટનામાં ઘાયલ દર્દીઓની મુલાકાત લઇ ઉપનગરીય પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢાએ પીડિતોના પરિવારોને સાંત્વના આપી

Financial assistance up to two and a half lakhs to Ghatkopar accident victims Cabinet Minister Lodha

Financial assistance up to two and a half lakhs to Ghatkopar accident victims Cabinet Minister Lodha

News Continuous Bureau | Mumbai

Ghatkopar Hoarding Collapse: વાવાઝોડામાં થયેલી તબાહીના પગલે ઘાટકોપરમાં ( Ghatkopar  ) પેટ્રોલપંપ ઉપર હોર્ડિંગ્ તુટી પડવાથી ઘાયલ થયેલા દર્દીઓની ઉપરનગરીય પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢાએ રાજાવાડી હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી. તથા તેમના પરિવાર જનોને પણ સાંત્વના આપી હતી. આ ઉપરાંત દુર્ઘટનામાં ઘાયલ થનારાઓને આર્થિક સહાય આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. 

Join Our WhatsApp Community

અસરગ્રસ્તોની મુલાકાત બાદ પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢાઐ ( Mangal Prabhat Lodha ) જણાવ્યું હતું કે હાલમાં, એક વ્યક્તિ રાજાવાડી હોસ્પિટલમાં આઈસીયુમાં છે અને અન્યોની સ્થિતિમાં સંતોષકારક સુધારો થઈ રહ્યો છે, તેમણે જાહેરાત કરી હતી કે ઘાયલોની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે અને  મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે ચર્ચા કર્યા બાદ ઘાયલોને કાયદાની જોગવાઈ મુજબ યોગ્ય આર્થિક વળતર પણ આપવામાં આવશે. ૬૦ ટકા કરતા ઓછી ઇજા ધરાવતા દર્દીને ૭૫૦૦૦ રૂપિયા અને ૬૦ ટકાથી વધુ ઇજા થઇ હોય તેવા વ્યક્તિઓને ૨૫૦૦૦૦ રૂપિયાનું વળતરની ( Financial assistance ) જોગવાઇ હોવાનું પાલક મંત્રી લોઢાએ જણાવ્યું હતું. આ ઉપરાંત સામાન્ય ઘાયલ લોકોને ૫૦૦૦૦ રૂપિયા આપવામાં આવશે.

આ સમાચાર  પણ વાંચો :  Best 7 Seater Car: મોટા પરિવાર માટે યોગ્ય, લોકો જોરશોરથી ખરીદી રહ્યા છે આ 7 સીટર ફેમિલી કારો… જાણો અહીં સંપુર્ણ યાદી..

આ જાહેરાતનું મોટું હોર્ડિંગ પેટ્રોલ પંપ ( Petrol pump Collapse ) પાસે ગેરકાયદેસર રીતે લગાવવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિસ પાઠવ્યા બાદ પણ આ વિસ્તારનાં હોર્ડિંગ હટાવાયા ન હતા. આ હોડિગનું સલામતી ઓડિટ થયું હોવાનું પણ જાણવા મળ્યું નથી. જેથી પોલીસ આ ઘટના માટે જવાબદાર વ્યક્તિને પકડી તેની સામે યોગ્ય કાર્યવાહી કરશે એમ પત્રકારો સાથે વાત કરતા મંત્રી લોઢાએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યુ હતું કે  આ અકસ્માત નથી પરંતુ હત્યા છે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Mumbai Crime: ચોંકાવનારો કિસ્સો મુંબઈમાં ૨૯ વર્ષીય યુવતીને સુધીર ફડકે બ્રિજ નીચે ઢસડી જઈ દુષ્કર્મનો પ્રયાસ, આરોપી ઝડપાયો?
Digital Arrest: મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને અધધ આટલા કરોડની ઠગાઈ, તપાસમાં ખુલ્યું ચીન-હોંગકોંગ-ઇન્ડોનેશિયાનું જોડાણ
Exit mobile version