Site icon

Finger In Ice Cream : મોટો ખુલાસો.. મલાડમાં આઈસ્ક્રીમના કોન માં નીકળેલી કપાયેલી આંગળી કોની હતી? પોલીસને મળ્યો આ મોટા સવાલનો જવાબ..

Finger In Ice Cream : પોલીસને એવી શંકા છે કે આઈસ્ક્રીમની અંદરથી મળેલી આંગળી તે વ્યક્તિની હોઈ શકે છે. ઘાને જોઈને તેના પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે ફોરેન્સિક લેબના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

Finger In Ice Cream Finger found in ice cream likely of Pune factory employee, says police

Finger In Ice Cream Finger found in ice cream likely of Pune factory employee, says police

News Continuous Bureau | Mumbai

Finger In Ice Cream : મુંબઈમાં એક આઈસ્ક્રીમમાંથી માનવ આંગળી મળવાના મામલામાં હાલ તપાસ ચાલી રહી છે. દરમિયાન આ એવું કહેવામાં આવી રહ્યું છે કે આંગળી ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીની હોઈ શકે છે. જો કે આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. હાલમાં, FSSAI એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ પુણેની આઈસ્ક્રીમ મેન્યુફેક્ચરિંગ કંપનીનું લાઇસન્સ રદ્દ કર્યું છે.

Join Our WhatsApp Community

Finger In Ice Cream આંગળી ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીની ?

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આંગળી યુમ્મો આઈસ્ક્રીમમાં કામ કરતા કર્મચારીની હોઈ શકે છે. મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ, પોલીસનું કહેવું છે કે તાજેતરમાં જ કંપનીની ફેક્ટરીમાં એક કર્મચારીનો અકસ્માત થયો હતો, જેમાં તેની આંગળીમાં ઈજા થઈ હતી. હવે પોલીસને શંકા છે કે આઈસ્ક્રીમમાં જે આંગળી મળી છે તે એ જ વ્યક્તિની છે. હાલમાં ફોરેન્સિક લેબમાં ડીએનએ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. મલાડના ઓરલેમમાં રહેતા ડોક્ટર બ્રાન્ડોન ફારાઓએ આઈસ્ક્રીમનો ઓર્ડર આપ્યો હતો, જેમાં એક આંગળી મળી આવી હતી. કંપનીનું લાઇસન્સ રદ કરનાર FSSAI અધિકારીઓએ પણ ફેક્ટરીની મુલાકાત લીધી હતી.

આ સમાચાર પણ વાંચો :  Finger in Ice Cream: ઓનલાઇન આઈસ્ક્રીમ મંગાવતા પહેલા ચેતજો! મલાડમાં મહિલાના આઈસ્ક્રીમ કોનમાંથી નીકળી કપાયેલી આંગળી!

Finger In Ice Cream ડોક્ટરે  શું કહ્યું?

ઓનલાઈન એપ દ્વારા આઈસ્ક્રીમનો ઓર્ડર આપનારા ડૉક્ટર જ્યારે તેનો સ્વાદ માણી રહ્યા હતા, ત્યારે તેમને અચાનક સમજાયું કે તેઓ કંઈક મોટું ચાવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શરૂઆતમાં તેમને લાગ્યું કે તે નટ હોઈ શકે છે, પરંતુ જ્યારે તેણે જોયું તો તેને એક આંગળી દેખાઈ. ડૉક્ટરે કહ્યું, ‘હું આઈસ્ક્રીમની વચ્ચે પહોંચતાં જ મને લાગ્યું કે અહીં એક મોટો ટુકડો છે. શરૂઆતમાં મને લાગ્યું કે તે અખરોટ હોઈ શકે છે, પરંતુ જ્યારે મેં નજીકથી જોયું તો મને જાણવા મળ્યું કે તેના પર માનવ નખ છે.

  Finger In Ice Cream કોનમાંથી માનવ આંગળીનો ટુકડો નીકળ્યો

આ અંગે ડૉક્ટરે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, ‘ડૉક્ટરે તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણે ‘યમ્મો કંપની’ના બટરસ્કોચ કોન આઈસ્ક્રીમ માટે ઓનલાઈન ઓર્ડર આપ્યો હતો. લંચ પછી જ્યારે તે આઈસ્ક્રીમ ખાઈ રહ્યો હતો ત્યારે કોનમાંથી માનવ આંગળીનો ટુકડો નીકળ્યો.

Finger In Ice Cream કંપનીએ ફરિયાદ કર્યા પછી પણ કોઈ યોગ્ય જવાબ ન આપ્યો 

એટલું જ નહીં ડૉક્ટરે આઈસ્ક્રીમ કંપનીના ઈન્સ્ટાગ્રામ પેજ પર ફરિયાદ નોંધાવી. અધિકારીએ કહ્યું કે કંપનીએ ફરિયાદ કર્યા પછી પણ કોઈ યોગ્ય જવાબ આપ્યો ન હતો, ત્યારબાદ ફરિયાદીએ માંસનો ટુકડો બરફની થેલીમાં રાખ્યો હતો અને મલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

 

 

Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Jammu & Kashmir: મોટા ધડાકાની હતી તૈયારી? અધધ આટલા કિલો RDX સાથે ફરીદાબાદમાં આતંકવાદી કાવતરું નિષ્ફળ, કાશ્મીર કનેક્શન બહાર આવ્યું.
D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Mali Terrorism: મોટો ખતરો,માલીમાં અલ-કાયદા અને ISISની આડમાં આતંકવાદીઓએ ૫ ભારતીય કામદારોનું અપહરણ કર્યું.
Exit mobile version