ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,
સોમવાર,
દિશા સલિયનના મૃત્યુ સંબંધિત કેસમાં વિવાદિત બયાન આપીને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે મુશ્કેલીમાં મુકાયા છે.
મુંબઈના માલવાણી પોલીસ સ્ટેશનમાં નારાયણ રાણે અને તેમના પુત્ર વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
આ FIR રાજ્ય મહિલા આયોગની ફરિયાદ પર નોંધવામાં આવી છે.
ભાજપના નેતા નારાયણ રાણે અને તેમના પુત્ર પર દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિવંગત દિશા સાલિયાન વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ છે.
તાજેતરની પ્રેસ કોન્ફરન્સમાં નારાયણ રાણેએ તેમના આરોપોને પુનરાવર્તિત કર્યા કે સાલિયાન પર સામૂહિક બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી.
ઓહોહો!! મુંબઈ મહાનગરપાલિકા પાસે છે અધધધ કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ. જાણો વિગત
