Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈની NCB ઓફિસમાં ફાટી નીકળી આગ, રિયા ડ્રગ્સના કેસમાં તપાસ કરી રહી છે એજન્સી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

21 સપ્ટેમ્બર 2020

મુંબઈના બલ્લાર્ડ અસ્ટેટ સ્થિત એક્સચેન્જ બિલ્ડિંગના બીજા માળ પર આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડની ટિમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ઘટના સ્થળે પહોંચેલા ફાયર વિભાગના કર્મચારીઓ  આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. હજુ સુધી આગ લાગવાના કારણો સામે આવ્યા નથી. તેમજ જાન-માલ ગુમાવવાના સમાચાર નથી. મુંબઈ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. 

ઉલ્લેખનીય છે કે આ જ બિલ્ડિંગમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) ની ઓફિસ આવેલી છે. આ ઓફિસમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ ચાલી રહી છે. અહીંયા એનસીબી અધિકારીઓ દ્વારા રિયા ચક્રવર્તીના ડ્રગના તમામ વેપારીઓની પૂછપરછ કરવામાં આવી હતી. તેની ધરપકડ બાદ રિયાએ પણ એક રાત એનસીબી ઓફિસના લોકઅપમાં પસાર કરી હતી.

Borivali Encroachment Demolition બોરીવલીમાં પાલિકાનું બુલડોઝર ફર્યું ‘પેડેસ્ટ્રિયન ફર્સ્ટ’ અભિયાન હેઠળ 20 ગેરકાયદે બાંધકામો અને 15 સ્ટોલ તોડી પડાયા
Mumbai Fire Brigade ACB Trap હોટેલના ફાયર લાયસન્સ માટે લાંચ માગનારા મુંબઈ ફાયર બ્રિગેડના બે અધિકારીઓ ₹80 હજાર લેતા ACB ના સકંજામાં
Railway Divyang Coach Special Drive દિવ્યાંગ કોચમાં રેલવેની સ્પેશિયલ ડ્રાઈવ 39 અનધિકૃત પ્રવાસીઓ પાસેથી ₹78,000 નો દંડ વસૂલાયો
Khar Road Accident ખાર માર્ગ અકસ્માતમાં પૂરપાટ કારે લીધો યુવકનો ભોગ, પત્ની હોસ્પિટલમાં દાખલ, વૃદ્ધ ચાલક સામે કેસ દાખલ
Exit mobile version