Site icon

મુંબઈના આ વિસ્તારમાં સ્થિત એક ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયરવિભાગની 8 ગાડી ઘટના સ્થળે પહોંચી; જુઓ વિડીયો અને જાણો વિગત 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,3 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

સોમવાર.

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ ના ઘાટકોપર વિસ્તારમાં એક ગોડાઉનમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. જે વેરહાઉસમાં આગ લાગી હતી તે ઘાટકોપરના ગીચ વસ્તીવાળા વિસ્તારમાં આવેલું છે. ઘટનાસ્થળ પર હાલમાં ફાયર વિભાગની 8 ગાડીઓ પહોંચી ગઈ છે અને ફાયર વિભાગના કર્મચારીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. જોકે આ અકસ્માતમાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. સો.મીડિયા પર વાયરલ થઇ રહેલા આ આગના વીડિયોમાં જોઈ શકાય છે કે ઝૂંપડપટ્ટીની વચ્ચે જોરદાર આગ લાગી છે. જ્વાળાઓ અને ધુમાડો ખૂબ ઊંચાઈએ વધી રહ્યો છે.

BMCનું ટેન્શન વધ્યું, એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં કોરોનાનો વિસ્ફોટ, એક જ દિવસમાં સામે આવ્યા આટલા કેસ; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે, 5 દિવસ પહેલા 28 ડિસેમ્બરના રોજ, મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં સ્થિત એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં ત્રણ ગુમ થયેલા લોકોમાંથી બેના મોત થયા હતા. જેમાં એક મહિલા અને એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો

Mumbai’s Charity Scam Busted:મુંબઈમાં ‘દાનવીર’ બનીને સોનાની ચેન સેરવતો રીઢો ઠગ ઝડપાયો: અંધેરી પોલીસે કલ્યાણથી દબોચ્યો; ગુજરાત અને તેલંગણા સુધી ફેલાયેલું હતું છેતરપિંડીનું નેટવર્ક.
Mumbai Police Recruitment Scam: મુંબઈ પોલીસ ભરતીમાં હાઈટેક ચોરી: દોડની કસોટીમાં ઈલેક્ટ્રોનિક ચિપ સાથે ચેડાં કરનારા ૪ ઉમેદવારો વિરુદ્ધ FIR.
Violent Clash Over ₹10 Coriander: મુંબઈમાં માત્ર ₹૧૦ની કોથમીર માટે લોહીયાળ જંગ: કુર્લામાં શાકભાજી વાળાએ ગ્રાહકના માથામાં છરી ઝીંકી; સામાન્ય વિવાદે લીધો હિંસક વળાંક.
Kalyan Station Viral Video: કલ્યાણ રેલવે સ્ટેશન પર રૂંવાડા ઉભા કરી દે તેવી ઘટના: મહિલાને વાળ પકડીને ચાલતી લોકલ ટ્રેનમાંથી નીચે ખેંચી; શરમજનક વીડિયો થયો વાયરલ.
Exit mobile version