ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 ફેબ્રુઆરી 2022
મંગળવાર
મુંબઈના કાંજુરમાર્ગ વિસ્તારમાં એક ઘાસના મેદાનમાં આગ લાગવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીંના કાંજુરમાર્ગ મેટ્રો કાર ડેપોમાં રહેલા સૂકા ઘાસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગના કારણે નીકળતો ધુમાડો કેટલાય કિલોમીટર દૂરથી જોઈ શકાય છે. કારણ કે આગ સુકા ઘાસમાં લાગી હતી. જેથી તે ઝડપથી ફેલાઈ ગઈ હતી. સાથે જ આગના કારણે સમગ્ર વિસ્તારમાં ગાઢ કાળો ધુમાડો ફેલાઈ ગયો હતો. આગ બુઝાવવા માટે 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લાવી હતી.
ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર આ લેવલ 2ની આગ હતી અને તેને બુઝાવવા માટે 6 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કાંજુરમાર્ગ વિસ્તારમાં એક મેટ્રો કાર શેડ બનાવવામાં આવી રહ્યો છે, તેથી અહીં મોટી માત્રામાં બાંધકામ સામગ્રી રાખવામાં આવી હતી. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
#WATCH | A major fire breaks out in the grassland in Kanjurmarg area of Mumbai, Maharashtra pic.twitter.com/bjS59zzCVs
— ANI (@ANI) January 31, 2022
જાણીતા યુટ્યુબર 'હિન્દુસ્તાની ભાઉ’ ની મુશ્કેલી વધી, આ કેસમાં પોલીસે કરી ધરપકડ; જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે આ અગાઉ 17 જાન્યુઆરી, રવિવારે રાત્રે થાણેના ભિવંડી વિસ્તારના કાઝી કમ્પાઉન્ડમાં બંધ કાપડના કારખાનામાં આગ લાગી હતી. આગમાં કરોડોની સંપત્તિ બળીને ખાખ થઈ ગઈ હતી.
