Site icon

મુંબઈની ૯૦ બિલ્ડીંગને ફાયર બ્રિગેડની નોટિસ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 25 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

મહારાષ્ટ્ર ફાયર એકટ મુજબ પ્રત્યેક હાઉસિંગ સોસાયટીને ફાયરફાઇટિંગ સિસ્ટમની ખામીઓના સમારકામ માટે વધુમાં વધુ ૧૨૦ દિવસ અપાય છે. આ કામગીરી ૩૦ દિવસમાં શરૃ ન કરાય તો સોસાયટી સામે પ્રતિબંધક પગલાં લેવાય છે. મહાનગર મુંબઇમાં ઇમારતોમાં આગની વધતી જતી ઘટનાઓ અટકાવવા માટેના એક આગોતરા પગલામાં મુંબઇ ફાયર બ્રિગેડ (એમએફબી)એ ૨૪ પાલિકા વોર્ડના ૯૦ રેસિડેન્શિયલ બિલ્ડીંગોને ફાયર સફ્ટિ (આગ સામેની સુરક્ષા)ના નિયમોનું પાલન નહીં કરવા બદલ છેલ્લા બે સપ્તાહમાં નોટિસ આપી છે.  એમએફબીના અધિકારીઓની એક વિશેષ ટીમ વોર્ડ સ્તરે ઇન્સ્પેક્શન (જાત તપાસ) માટે નિયમીત પણે બિલ્ડીંગોની મુલાકાત લે છે. છેલ્લા બે માસમાં મુંબઇમાં આગની એકથી વધુ ઘટના બનતી આ ઉગ્ર ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.  એમએફબી ઇચ્છે છે કે તમામ રેસિડેન્શિયલ ઇમારતોમાં ફાયર સેફ્ટિ નિયમોનું યોગ્ય પણે પાલન થાય તથા આગ બુઝાવવાનાં તમામ સાધનો ઉપયોગમાં લેવાવાની સ્થિતિમાં રખાય. અનેક બહુમાળી બિલ્ડિંગોમાં ફાયર ફાઇટિંગ સિસ્ટમ બંધ હોવાનું, નબળી ગુણવત્તાની પાણીની પાઇપો હોવાનું તથા કેટલાંય વર્ષોથી ફાયર સિસ્ટમની જાળવણીની કામગીરી કરાઇ ન હોવાનું જાણીને અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં.

દક્ષિણ મુંબઈમાં છપાતી હતી નકલી ચલણી નોટો; શહેરના જુદા જુદા માર્કેટમાં વેચાઈ નોટો; પોલીસે કર્યો પર્દાફાશ; આટલી નોટો જપ્ત

BMC Election: મુંબઈનું ડિજિટલ રાજકીય યુદ્ધ: ભાજપ ‘માર્વેલ-સ્ટાઇલ’ અભિયાન સાથે મોખરે, વિપક્ષ પાછળ છૂટ્યો
Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
Exit mobile version