ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 21 ફેબ્રુઆરી 2022,
સોમવાર,
મુંબઈના અંધેરી વિસ્તારમાં આવેલી સી પ્રિન્સેસ હોટલમાં આગ લાગવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના કારણે સમગ્ર વિસ્તારમાં ગાઢ કાળો ધુમાડો ફેલાઈ ગયો હતો.
કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં લગ્નનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, સમાચાર મળતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાનું શરૂ કર્યું હતું. ફાયર વિભાગ ઉપરાંત સ્થાનિક પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર આ લેવલ 1ની આગ હતી.
અંધેરીમાં આવેલી આ હોટલમાં ફાટી નીકળી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટા ચારેબાજુ ફેલાયા. જુઓ વિડીયો… #mumbai #andheri #juhu #hotelseaprincess #fire pic.twitter.com/t69V8Y09Io
— news continuous (@NewsContinuous) February 21, 2022
જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના સમાચાર નથી. હાલ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી અને પોલીસ આગના કારણની તપાસ કરી રહી છે.