Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં વધુ એક આગની ઘટના, અંધેરીમાં આવેલી આ હોટલમાં ફાટી નીકળી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટા ચારેબાજુ ફેલાયા. જુઓ વિડીયો જાણો વિગતે . 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 21 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Channel

સોમવાર, 

મુંબઈના અંધેરી વિસ્તારમાં આવેલી સી પ્રિન્સેસ હોટલમાં આગ લાગવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના કારણે સમગ્ર વિસ્તારમાં ગાઢ કાળો ધુમાડો ફેલાઈ ગયો હતો. 

કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં લગ્નનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, સમાચાર મળતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાનું શરૂ કર્યું હતું. ફાયર વિભાગ ઉપરાંત સ્થાનિક પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર આ લેવલ 1ની આગ હતી. 

 

જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના સમાચાર નથી. હાલ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી અને પોલીસ આગના કારણની તપાસ કરી રહી છે.

Kandivali Station Viral Video કાંદિવલી રેલવે સ્ટેશન પર હથિયાર સાથેનો વીડિયો થયો વાયરલ, સુરક્ષા તંત્રમાં દોડધામ, તપાસમાં સામે આવ્યું આ ચોંકાવનારું સત્ય
Dawood Ibrahim Ancestral House BMC Bulldozer દાઉદ ઈબ્રાહિમના ઘર પર ચાલશે BMC નું બુલડોઝર 80 વર્ષ જૂની ઈમારત ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પડાશે
Actress Nimmi Property Fraud Arrest દિવંગત અભિનેત્રી નિમ્મીની સંપત્તિ પર તરાપ મારનાર કેરટેકર ઝડપાયો સાંતાક્રુઝ પોલીસે કરી ધરપકડ, જાણો સમગ્ર મામલો
Mumbai Airport Gold Seizure 2.26 Crore મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની કાર્યવાહી ₹2.26 કરોડનું સોનું જપ્ત, બે મુસાફરોની ધરપકડ
Exit mobile version