Site icon

બસ બાદ હવે ચાલુ લોકલ ટ્રેનના વ્હીલમાં લાગી આગ, મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યો.. જુઓ વિડીયો

Fire Broke Out In The Wheel Of Local Train Near Asangaon Railway Station

બસ બાદ હવે ચાલુ લોકલ ટ્રેનના વ્હીલમાં લાગી આગ, મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યો.. જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં આગની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. મુંબઈ શહેરમાં બિલ્ડીંગ, કાર, બસ બાદ હવે શહેરની લાઈફલાઈન એવી લોકલ ટ્રેનના પૈડાંમાં આગ  લાગી હોવાના અહેવાલ આવી રહ્યા છે. મધ્ય રેલવેના આસનગાંવ સ્ટેશન પાસે લોકલ ટ્રેનના કોચમાં આગ લાગી હતી. કસારાથી મુંબઈ CST જતી વખતે રેલવેની કસારા CST લોકલ ટ્રેનના પૈડાંમાં આગ લાગી હતી. કસારાથી મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ જતી ટ્રેન સવારે 8:18 વાગ્યે કસારાથી નીકળી હતી. આ  ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ મુજબ મધ્ય રેલવેના આસનગાંવ રેલ્વે સ્ટેશન નજીક મુંબઈ તરફ જતી કસારા લોકલના પૈડામાંથી આગ અને ધુમાડો નીકળવા લાગ્યો, ત્યારે મુસાફરો લોકલમાં આગ લાગી શકે તેવા ડરથી લોકલને અધવચ્ચે અટકાવી હતી અને નીચે ઉતરી ગયા હતા.

એક મુસાફરે તરત જ આસનગાંવ સ્ટેશન માસ્ટરને આ અંગે જાણ કરી. ઘટનાની જાણ થતા જ મોટરમેન, ગાર્ડ ઘટનાસ્થળે દોડી ગયા હતા. 15 થી 20 મિનિટ બાદ ટ્રેનને ફરીથી મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ માટે રવાના કરવામાં આવી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.  બ્રેક્સમાં ઘર્ષણના કારણે લોકલના વ્હીલમાં આગ લાગી હોવાનું કહેવાય છે 

Mumbai Real Estate Prices: ઈરાન-ઈઝરાયેલ તણાવની માઠી અસર: મુંબઈમાં ઘર ખરીદવું હવે થશે વધુ મોંઘું, હોર્મુઝ સંકટથી પ્રોપર્ટીના ભાવમાં (Property Rates) તોતિંગ વધારો
Mumbai Metro 3: દક્ષિણ મુંબઈમાં મોટી બેદરકારી: બોરવેલના ડ્રિલિંગમાં મેટ્રોની અંડરગ્રાઉન્ડ ટનલ થઈ પંચર
Mahim Dumper Accident: માહિમમાં પાલિકાના કચરાના ડમ્પરે વૃદ્ધાને અડફેટે લીધા: ગંભીર અકસ્માતથી રહીશોમાં ભારે રોષ, ડ્રાઈવરની બેદરકારી આવી સામે
ONGC Theft Gang: મુંબઈના દરિયામાં ONGC પ્લેટફોર્મ પર ચોરી કરતી ગેંગ ઝડપાઈ: ₹૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત, માછીમારીના બહાને કરતા હતા લૂંટ
Exit mobile version