Site icon

ઉત્તર મુંબઈના કાંદિવલી વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગમાં લાગી આગ, આગમાં ફસાયેલા આટલા લોકોનો થયો સુરક્ષિત બચાવ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 28 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

મંગળવાર. 

કાંદિવલી(વેસ્ટ)માં આવેલી ગ્રાઉન્ડ પ્લસ સાત માળાની જૂની મ્હાડા બિલ્ડિંગમાં સવારના લાગેલી આગમાં ફસાયેલા 40થી 45 લોકોને હેમખેમ બચાવી લેવામાં ફાયરબ્રિગેડને સફળતા મળી છે.

ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ કાંદિવલીમાં જન કલ્યાણ નગરમાં આવેલી  ઓલ્ડ મહાડા બિલ્ડિંગના મીટર બોક્સમાં સવારના લગભગ 10.20 વાગ્યાની આસપાસ અચાનક આગ ફાટી નીકળી હતી. આગને કારણે પૂરી બિલ્ડિંગમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. આગથી બચવા અનેક લોકો ટેરેસ પર પહોંચી ગયા હતા.

ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. એ દરમિયાન ટેરેસ પર જીવ બચાવવા દોડી ગયેલા 40થી 45 લોકોને હેમખેમ બહાર કાઢયા હતા. તેમાં પાંચ લોકોને શ્વાસ માં ધુમાડો જતા ગુંગણામણ થઈ હતી. તેથી ત્રણને પાલિકા સંચાલિત હોસ્પિટલ અને બે ને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તમામ લોકોની તબિયત હાલ સ્થિર છે.

ઉત્તર મુંબઈના સાંસદ ગોપાલ શેટ્ટીને નરીમન પોઈન્ટમાં પોલીસે લીધા અટકાયતમાં. આ છે કારણ; જાણો વિગતે

Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Worli Sewri Elevated Road Accident: વરલી-શિવડી એલિવેટેડ રોડના કામમાં જીવલેણ બેદરકારી: પરેલમાં ઊંચાઈ પરથી સળિયો પડતા રાહદારી યુવાન લોહીલુહાણ; સેફ્ટી નેટનો અભાવ.
Mumbai Drug Bust: મુંબઈમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ: ₹૨.૮૧ કરોડનું ‘હાઈ-ગ્રેડ’ ચરસ જપ્ત; નેપાળી દાણચોરો અને વિલે પાર્લેનું પેડલર દંપતી ઝડપાયું.
Exit mobile version