ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 16 ડિસેમ્બર 2021
ગુરુવાર.
વસઈમાં પોમન ગામમાં શાસ્ત્રી પાડામા જૈન મંદિર નજીક આવેલી એક પરફૂયમ અને પ્લાસ્ટિકના કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી છે. મોડે સુધી મળેલા અહેવાલ મુજબ કોઈ જાનહાની નથી.
ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ આજે સવારના 10.30 વાગે પરફયૂમ બનાવતી કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કંપનીમાં મોટા પ્રમાણમાં રહેલા રો-મટિરિયલને કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. આગની માત્રા ભારે હોવાથી તે ફેલાઈને કંપનીની બાજુમાં આવેલી રહેવાસી ચાલ સુધી ફેલાઈ ગઈ છે.
વસઈ-વિરાર ફાયરબ્રિગેડના એક ફાયર એન્જિન, ચાર વોટર ટેન્કર આગ બુઝાવવાના પ્રયાસ કરી રહ્યા છે. બપોર સુધી કોઈ જાનહાનીના અહેવાલ નહોતા.
હાશ! કોરોનાગ્રસ્ત અભિનેત્રીઓના સંપર્કમાં આવેલા આટલા લોકો નેગેટિવ; જાણો વિગત