Site icon

શોકિંગ!! મુંબઈમાં મોકડ્રીલ દરમિયાન જખમી થયેલા ફાયરમેનનું મોત; જાણો વિગત,

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022  

Join Our WhatsApp Community

 શુક્રવાર.

મુંબઈના માટુંગા માં ડૉ. ભાઈ દાજી લાડ માર્ગ પર હાઈરાઈઝ સાંઈ સિદ્ધિ બિલ્ડીંગમાં મોક ડ્રીલ દરમિયાન થયેલા  વિચિત્ર અકસ્માતમાં ઘાયલ થયેલા ફાયર ફાઈટરનું મૃત્યુ થયું છે. જીવન-મૃત્યુ વચ્ચે છ દિવસની લાંબી લડાઈ બાદ તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.

મૃતક ફાયરબ્રિગેડના પંચાવન વર્ષના જવાન  સદાશિવ ધોંડીબા કર્વે વડાલામાં ફાયર સ્ટેશનના ઓપરેટર હતા. ગયા શનિવારે માટુંગાની હાઉસિંગ સોસાયટીમાં મોકડ્રીલ ચાલી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. સાયન હોસ્પિટલમાં છ દિવસથી સારવાર ચાલી રહી છે. તેમના પગમાં સર્જરી કરવી પડી હોવાનું મુંબઈ ફાયર ચીફ હેમંત પરબે જણાવ્યું હતું.

વાલીઓ તૈયાર રહેજો!!! સ્કૂલબસના ભાડામાં આટલા ટકાનો વધારો ચૂકવવો પડશે; જાણો વિગત,

 માટુંગામાં સાઈ સિદ્ધિ બિલ્ડિંગમાં મોક ડ્રિલ ચલાવતી વખતે એક વિચિત્ર અકસ્માતમાં ત્રણ ફાયર ફાઈટર ઘાયલ થયા હતા. ફાયર બ્રિગેડે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. ઈજાગ્રસ્તો પૈકી બેને સારવાર માટે સાયનની લોકમાન્ય તિલક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મોકડ્રીલ ચાલી રહી હતી  ત્યારે અચાનક પાણીનું દબાણ વધી જતાં ફોર્સની બે પૈકી એક ગાડી આગળ વધી હતી. આ વિચિત્ર અકસ્માતમાં ત્રણ જવાનો ઘાયલ થયા હતા, જેમાં ડ્રાઈવર, સદાશિવ કર્વેને પગમાં ગંભીર ઈજા થઈ હતી અને તેના એક પગને કાપવા માટે સર્જરી કરાવવી પડી હતી.

Mumbai Local Train Crime: મુંબઈ લોકલ ટ્રેનમાં મહિલાઓ પર પથ્થરમારો કરતો સિરિયલ ગુનેગાર આખરે ઝડપાયો: RPF અને GRPની સંયુક્ત કાર્યવાહી
Bhushan Gagrani BMC: મુંબઈ પાલિકા કમિશનર ઉત્તર મુંબઈની મુલાકાતે આવતા હોસ્પીટલોમાં સફાઈ અભિયાન શરુ.
GMLR Project Mumbai: ગોરેગાંવ-મુલુંડ જોડાણ માર્ગ અને કોસ્ટલ રોડ પ્રોજેક્ટના કામને ગતિ આપવા મ્યુનિસિપલ કમિશનરના નિર્દેશો
Mumbai chain snatcher arrest: મુંબઈ પોલીસે નાસી રહેલા ચેઈન ચોરને મધ્યપ્રદેશથી પકડ્યો.
Exit mobile version