Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈનું અગ્નિ તાંડવ : જે બિલ્ડીંગમાં આગ લાગી હતી તેનું ફાયર ઓડિટ માત્ર એક મહિના પહેલાં થયું હતું. જાણો ભ્રષ્ટાચાર નો આખો મામલો. 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 23 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

કરી રોડની 60 માળની હાઈરાઇઝ બિલ્ડંગમાં શુક્રવારે આગનો ભીષણ બનાવ બન્યો હતો, જેમાં એકનું મોત થયું હતું. બિલ્ડિંગમાં લાગેલી આગની દુર્ઘટના એ કંઈ પહેલી દુઘર્ટના નથી. બિલ્ડિંગ બનવાનું કામ ચાલુ થયું ત્યારથી જ  આ દુઘર્ટનાઓ ઘડતી રહી છે. હજી ગયા મહિનામાં ગણેશોત્સવ દરમિયાન આ બિલ્ડિંગમાં આગની દુર્ઘટના બની હતી. મળેલી માહિતી મુજબ ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણના ફ્લૅટના નીચેના ઘરમાં  આગનો બનાવ બન્યો હતો. આગની આ દુર્ઘટના બાદ બિલ્ડિંગના મૅનેજમેન્ટે બિલ્ડિંગમાં ફાયર ઑડિટ કરાવ્યું હતું. જેમાં ફાયર સેફ્ટી સિસ્ટમ બરોબર કામ કરતી ન હોવાનું તથા અન્ય ખામીઓ પણ જણાઈ આવી હોવાનું કહેવામાં આવે છે. ફાયર સેફ્ટી સિસ્ટમમાં અનેક ખામીઓ હોવા છતાં તેના સમારકામ વગેરેનું કામ હાથમાં લેવામાં આવ્યું નહોતું. રહેવાસીઓના આરોપ મુજબ  મોક ડ્રિલ દરમિયાન ફાયર સેફ્ટી સિસ્ટમમાં ગડબડ હોવાનું જણાઈ આવ્યું હતું. જો ત્યારે જ યોગ્ય પગલાં લેવામાં આવ્યાં હોત તો આ દુર્ઘટના ટાળી શકાઈ હોત.

મુંબઈનું અગ્નિ કાંડ : છેલ્લા દસ વરસમાં લગભગ 50,000 આગ લાગી. જાણો મુંબઈમાં આગ લાગવાના આંકડા

Bombay High Court Manual Scavenging હાથથી ગટર સફાઈના મુદ્દે બોમ્બે હાઈકોર્ટની વેધક ટિપ્પણી ‘આપણી માનસિકતા બદલાઈ નથી’
Jogeshwari Police Recovery જોગેશ્વરી પોલીસ બની દેવદૂત મૂકબધિર બાળકના ખોવાયેલા મોબાઈલની શોધખોળ કરી પરિવારને સોંપ્યો
Marine Drive Arms Seizure મરીન ડ્રાઇવ પર હડકંપ! ત્રણ પિસ્તોલ અને જીવંત કારતુસ સાથે ચાર કુખ્યાત શખ્સો ઝડપાયા
BMC Officials Arrested જપ્ત કરાયેલો સામાન છોડવા માટે માંગી લાંચ બીએમસીના બે અધિકારીઓ એસીબીના પંજામાં
Exit mobile version