Site icon

ખાનગી હોસ્પિટલમાં આગનું જોખમઃ ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરનારી આટલી ખાનગી હોસ્પિટલ સામે લેવાયા પગલાં…જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

વારંવારની ચેતવણી અને નોટિસ બાદ પણ હોસ્પિટલ(Hospital)માં ફાયર સેફ્ટીના નિયમો(Fire safety rule)નું ઉલ્લંઘન કરવાનું ખાનગી હોસ્પિટલને(Private Hospital) ભારે પડવાનું છે. મુંબઈ(Mumbai)ની 24 ખાનગી હોસ્પિટલના ફાયરબ્રિગેડે(Fire brigade) નોટિસ મોકલી છે. 120 દિવસમાં નિયમોનું પાલન નહીં કર્યું તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવવાની છે.

Join Our WhatsApp Community

મુંબઈની આ 24 હોસ્પિટલ જો તેને આપેલી મુદતમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ તો તેનું લાયસન્સ(License) જપ્ત થઈ શકે છે એવું મુંબઈ ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : વિના કારણે હોર્ન વગાડનારા આટલા લોકોને મુંબઈ ટ્રાફિકે પોલીસે દંડયા. જાણો વિગતે

અહીં ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં(Bhandara District) ગયા વર્ષે જાન્યુઆરીમાં હોસ્પિટલમાં લાગેલી આગમાં 10 જેટલા બાળકો હોમાઈ ગયા હતા. ત્યારબાદ મુંબઈ(Mumbai)ના ભાંડુપમાં ડ્રિમ મોલમાં કોરોનાનો દર્દીની સારવાર કરનારી હોસ્પિટલમાં લાગેલી આગમાં 11ના મોત થયા હતા. તેને પગલે મુંબઈની હોસ્પિટલો ફાયરબ્રિગેડના રડારમાં આવી ગઈ હતી. ફાયર સેફ્ટીના નિયમોનું પાલન નહીં કરનારી  663 હોસ્પિટલને મુંબઈ ફાયરબ્રિગેડે નોટિસ ફટકારીને મુદત આપી હતી. તેમાંથી 639 હોસ્પિટલોને ફાયર સેફ્ટીના નિયનોને અમલમાં લાવી ચૂકી છે. પરંતુ હજી પણ 24 હોસ્પિટલોએ તેની અમલ બજવણી કરી નથી.

Mumbai Airport: ફેક આઈડી પર ‘ઓલા’ કેબ ચલાવવાનું રેકેટ ઝડપાયું; સહાર પોલીસે ડ્રાઈવરની કરી ધરપકડ.
Bandra Railway Station: SRPF જવાનની પિસ્તોલ ચોરનાર આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો.
Malad Share Broker Threatened for ₹5 Crore Ransom: મલાડ: શેર બ્રોકર પાસે ₹૫ કરોડની ખંડણીની માંગ; વિદેશથી ધમકીભર્યો કોલ આવતા ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં.
High Voltage Drama at Santacruz Police Station: સાંતાક્રુઝ: ગર્લફ્રેન્ડની ફરિયાદથી ઉશ્કેરાયેલા પ્રેમીનો પોલીસ સ્ટેશનમાં હંગામો, સરકારી પ્રિન્ટર તોડ્યું અને પોલીસ સાથે કરી ગેરવર્તણૂક.
Exit mobile version