Site icon

શૉકિંગ! દિનદહાડે બોરીવલીમાં પાલિકાના અધિકારી પર ફાયરિંગ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 30 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

બોરીવલીમાં બુધવારે સાંજે ફાયરિંગનો ચોંકાવનારો બનાવ બન્યો હતો.  મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના એન્જિનિયર પર  ફાયરિંગ કરી બે શખ્સ ભાગી છૂટ્યા હતા. સદ્નસીબે ઑફિસર બચી ગયો હતો. તેને કોઈ ઈજા પહોંચી નથી. બોરીવલીના કસ્તુરબા માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધી તપાસ ચાલુ કરવામાં આવી હતી.

બોરીવલી ઓમકારેશ્વર મંદિર પાસે આ બનાવ બન્યો હતો. સાંજના સમયે  મીરા-ભાઈંદર મહાનગરપાલિકામાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા દીપક ખામ્બીટ કારમાં જઈ રહ્યા હતા, ત્યારે અચાનક બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સ તેમના પર ગોળી છોડીને ભાગી છૂટ્યા હતા. બંને જણે રેઇનકોર્ટ પહેર્યા હોવાથી તેમનો ચહેરો બરોબર જોઈ શકાયો નહોતો.આ બનાવ બાદ પોલીસે તુરંત નાકાબંધી કરી ભાગી છૂટેલા આરોપીની શોધખોળ આદરી હતી. આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ પોલીસ ઝીણવટ રીતે તપાસ કરી રહી છે.

મુંબઈગરાઓ માટે ખુશખબર : મેટ્રોના બે રૂટ ડિસેમ્બર પહેલાં શરૂ થાય છે; જાણો કયા છે એ બે રૂટ?

મીરા-ભાઈંદરમાં ગેરકાયદે બાંધકામના તોડકામને લઈને એન્જિનિયર પર હુમલો કરવામાં આવ્યો હોવાને મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે.

Mumbai Police to Get Stronger: મુંબઈનું સુરક્ષા કવચ થશે વધુ મજબૂત: ૧,૪૪૮ નવા પોલીસ જવાનોની ભરતી અને ૪ નવા પોલીસ સ્ટેશન ખુલશે
Khar Suicide Case: ખારમાં ઘરેલું કલેશનો કરુણ અંત: પત્નીના ત્રાસથી કંટાળી પતિની આત્મહત્યા, ૬ વર્ષનો માસૂમ પુત્ર બાથરૂમમાંથી મળી આવતા ખળભળાટ
Horrific Domestic Violence in Wadala: વડાલામાં દારૂના નશામાં પતિની હેવાનિયત: ૨૯ વર્ષીય પત્નીને બેરહેમીથી માર મારીને કરી હત્યા, મોબાઈલથી કર્યો જીવલેણ હુમલો
Airport Job Scam Mumbai: એરપોર્ટ પર નોકરીની લાલચ આપી યુવતી સાથે ₹૭૧,૦૦૦ની છેતરપિંડી: ‘ગેટ પાસ’ થી લઈને ‘યુનિફોર્મ’ ના નામે પડાવ્યા રૂપિયા
Exit mobile version