Site icon News Continuous Bureau | Mumbai

વાહ! ઇલેક્ટ્રિક વાહનો માટે હવે દાદરના આ પબ્લિક પાર્કિંગ પ્લૉટમાં મળશે ચાર્જિંગની સુવિધા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 17 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

પર્યાવરણનું જતન કરવા માટે પેટ્રોલ-ડીઝલને બદલે ઇલેક્ટ્રિક વાહનો (EV)ને સરકાર પ્રોત્સાહન આપી રહી છે, પરંતુ આ વાહનોને ચાર્જિંગ માટે અપૂરતાં ચાર્જિંગ સ્ટેશન છે, ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ પબ્લિક પાર્કિંગ પ્લૉટમાં આ સગવડ ઊભી કરી છે. આજે સવારે દાદરમાં આવેલા કોહિનૂર પબ્લિક પાર્કિંગ પ્લૉટમાં ઇલેક્ટ્રિક વેહિકલ ચાર્જિંગ સ્ટેશનને વાહનચાલકો માટે ખુલ્લું મૂક્યું હતું. મુંબઈનો આ એકમાત્ર પબ્લિક પાર્કિંગ પ્લૉટ છે, જેમાં ચાર્જિંગની સગવડ છે.

મુંબઈમાં BMCની રેન વૉટર હાર્વેસ્ટિંગ યોજનાનું સુરસુરિયું : પાલિકાના નવા નિયમ મુજબ હવે 300 નહીં પણ આટલા સ્ક્વેર મીટર એરિયાથી વધુના પ્લૉટમાં રેન વૉટર હાર્વેસ્ટિંગ આવશ્યક રહેશે; જાણો વિગત

રાજ્યના પર્યાવરણપ્રધાન આદિત્ય ઠાકરેના હસ્તે આજે સવારે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કોહિનૂર પબ્લિક પાર્કિંગના આ ચાર્જિંગ સ્ટેશનમાં  બે ડીસી ચાર્જર બેસાડવામાં આવ્યા છે, જે એક સમયમાં ચાર વાહનો ફૂલ સ્પીડે ચાર્જ કરશે, તો ત્રણ એસી ચાર્જર બેસાડવામાં આવ્યા છે. જે એક વખતમાં ત્રણ વાહનો ચાર્જ કરશે. હવેથી કોહિનૂરના પાર્કિંગમાં 24 કલાકમાં 72 ઇલેક્ટ્રિક વાહનો ચાર્જ થઈ શકશે. જેમાં ટૂ વ્હીલર, થ્રી અને ફોર વ્હીલરનો પણ સમાવેશ થાય છે. વાહન ચાર્જ કરવા માટે પાલિકા પ્રતિ યુનિટ માત્ર 15 રૂપિયા ચાર્જ કરશે. એટલે કે વાહન ફૂલ ચાર્જ કરવા માટે 200થી 400 રૂપિયા થશે.

Mumbai Metro Station Bus Fire મુંબઈમાં મેટ્રો સ્ટેશન નીચે બસમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટાથી મુસાફરોમાં નાસભાગ; ટ્રેન પણ રોકી દેવાઈ
Andheri DN Nagar Housebreaking Theft અંધેરી પૂર્વ અને ડી.એન. નગરમાં ચોરીનો પર્દાફાશ ₹૭.૨૭ લાખના સોનાના દાગીના અને રોકડ સાથે આરોપી ઝડપાયો
MIDC Police MCOCA Action MIDC વિસ્તારમાં ટેરર ફેલાવતી ગેંગનો પર્દાફાશ ‘મોકા’ અંતર્ગત 7 આરોપીઓ ઝડપાયા, ફરાર 4 શખ્સો સામે ગાળિયો કસાયો
Parksite Attempt To Murder Case પાર્કસાઈટ પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપીને ૧૦ વર્ષની સખત કેદ, સત્ર અદાલતે ફટકારી આકરી સજા
Exit mobile version