ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,10 જાન્યુઆરી 2022
સોમવાર.
મુંબઈનો પહેલા સ્કાયવોક તરીકે જેની ઓળખ છે તે બાંદ્ર (ઈસ્ટ)થી બાંદ્રા કોર્ટ અને કલાનગર સુધીનો સ્કાયવોક બહુ જલદી ઈતિહાસ બની જવાનો છે. કોરોના મહામારી પહેલા રાહદારીઓ માટે આ સ્કાયવોક બંધ કરી દેવામાં આવ્યો હતો. હવે તેને તોડી પાડવામાં આવવાનો છે. તેની જગ્યાએ નવો સ્કાયવોક ઊભો કરવાનો મુંબઈ મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે.
બાંદ્રા સ્ટેશનથી ફેમિલી કોર્ટ સુધી સ્કાયવોકનું બાંધકામ 2007-08માં મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવ્યું હતું. 2015ની સાલમાં તેનું હસ્તાંતરણ પાલિકાને કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વી.જે.ટી.આઈએ તેનું સ્ટ્રક્ચરલ ઓડિટ કર્યું હતું, જેમાં તેના પાયા કટાઈ ગયા હોવાનું જણાઈ આવ્યું હતું.
તેથી 2019ની સાલથી સ્કાયવોક રાહદારીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. હવે આ સ્કાયવોકને તોડીને પાલિકાએ નવો સ્કાયવોક ઊભો કરવાનો નિર્ણય લીધો છે. શરૂઆતથી આ સ્કાયવોકનો ઉપયોગ બહુ ઓછો થતો હતો. સામાન્ય નાગરિકોને બદલે પ્રેમી પંખીડાઓને અને ગર્દુલાઓ જ તેનો ઉપયોગ કરતા હતા.
શું ક્લીનઅપ માર્શલ તમારી પાસે માસ્ક ન પહેરવા બદ્લ દંડ વસૂલે છે. તો પછી આ વિગત તપાસી લ્યો. મુંબઈ મહાનગરપાલિકાને જાહેર કર્યો ટોલ ફ્રી નંબર.
તેથી જૂના સ્કાયવોકને તોડીને તેની જગ્યાએ કરોડો રૂપિયા ખર્ચીને નવો સ્કાયવોક બાંધવા સામે વિરોધ પણ થઈ રહ્યો છે. પાલિકા 18.69 કરોડ રૂપિયા ખર્ચીને નવો સ્કાયવોક બાંધવાની છે.
