Site icon

પહેલીવાર સરકારે હોંકારો ભણ્યો. મુંબઈની લોકલ ટ્રેન ચાલુ થશે કહ્યું આદિત્ય ઠાકરે એ.

ન્યૂઝ કંટીન્યૂઝ બ્યૂરો 

મુંબઈ

Join Our WhatsApp Community

29 સપ્ટેમ્બર 2020

ઉપનગર મુંબઈના પાલક મંત્રી તેમજ મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને ઉદ્ધવ ઠાકરેના ચિરંજીવ આદિત્ય ઠાકરે પહેલી વખત મુંબઇ ની લોકલ ટ્રેન સંદર્ભે બયાન આપ્યું છે.

આદિત્ય ઠાકરે જણાવ્યું કે સામાન્ય માણસને લોકલ ટ્રેનમાં પરવાનગી આપવામાં આવી નથી જેને કારણે મુંબઈ ઉપનગર તેમજ થાણા, ડોમ્બીવલી, કલ્યાણ અને પાલઘર વિસ્તારમાં રહેતા નોકરિયાત વર્ગને ખૂબ તકલીફ થઈ રહી છે. આ સમસ્યામાંથી રસ્તો કાઢવા માટે સરકાર વિચાર કરી રહી છે કે ખાનગી ઓફિસમાં કામ કરતા કર્મચારીઓને પણ ક્યુ આર કોડ ના માધ્યમથી ટ્રેન માં પ્રવેશ આપવામાં આવે. આ સંદર્ભે નિયમો અને નીતિઓ શું હશે તે માટે અંતિમ સ્વરૂપ આપવા નું કામ ચાલુ છે. 

જોકે હજી સુધી સ્પષ્ટતા કરવામાં આવી નથી કે આ નવી નિયમાવલી ક્યાં સુધીમાં લાગુ કરવામાં આવશે. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે અનલોક પાંચ લાગુ થતાની સાથે જ કોઈ પગલા ઊંચકવામાં આવશે.

Mob of Hawkers Attacks BMC Team: કાંદિવલીમાં ગેરકાયદે ફેરિયાઓનો આતંક: દબાણ હટાવવા ગયેલી BMCની ટીમ પર હિંસક હુમલો, સરકારી વાહનોમાં તોડફોડ.
Kalyan: રેલ્વે પાર્કિંગ કોન્ટ્રાક્ટર પર પેવર બ્લોકથી જીવલેણ હુમલો, જૂની અદાવતમાં ૬ વ્યક્તિઓ સામે ગુનો દાખલ.
Mumbai: વીવીઆઈપી મૂવમેન્ટ દરમિયાન મહિલા ટ્રાફિક કોન્સ્ટેબલ સાથે ગેરવર્તણૂક, કાર ચાલકે આપી નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી.
BMC Demolition Drive in Jogeshwari: વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર આવેલા કાર શોરૂમનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું.
Exit mobile version