News Continuous Bureau | Mumbai
કોરોના મહામારી(Covid-19 Pandemic) નિયંત્રણમાં આવવાની સાથે જ તમામ પ્રતિબંધો (restriction)પણ હટી ગયા છે. એ સાથે જ પબ્લિક ટ્રાન્સપોર્ટ(Public transport)માં પ્રવાસ કરનારાઓની સંખ્યા સરેરાશ એક કરોડ પર પહોંચી ગઈ છે. મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન(Mumbai’s Life Line Local Train)ની સાથે બેસ્ટ(BEST bus)ની બસમાં પ્રવાસ કરનારાઓની (Commuters) સંખ્યા ફરી એક વખત ધરખમ વધારો થયો છે.
કોવિડ લોકડાઉન (Lockdown) હટ્યા બાદ પહેલી વખત મુંબઈ(Mumbai)ના પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પ્રવાસ કરનારાઓની સંખ્યા રોજની એક કરોડ(One Crore)ને પાર કરી ગઈ છે. લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનારાઓની સરેરાશ સંખ્યા 70થી 72 લાખ પહોંચી ગઈ છે. કોવિડ મહામારી અગાઉ 78થી 80 હતી, તેનાથી માંડ પાંચ-છ લાખ જેટલી દૂર જ છે.
મુંબઈગરાની બીજી લાઈફલાઈન ગણાતી બેસ્ટની બસ(BEST Bus)માં પ્રવાસ કરનારાઓની સંખ્યા પણ 30 લાખ પર પહોંચી ગઈ છે. આગામી ચારેક મહિનામાં આ આંકડો ફરી 35 લાખ પર પહોંચી જશે એવો દાવો બેસ્ટ મેનેજમેન્ટે કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : હેં!! સમાજમાં તણાવ નિર્માણ કરનારી આટલી પોસ્ટ મુંબઈ પોલીસે સોશિયલ મીડિયા પરથી ડીલીટ કરી…જાણો વિગતે
લોકલ ટ્રેનમાં (Local Train)પ્રવાસ કરવા પર રહેલા પ્રતિબંધો હટાવવાની સાથે જ પ્રતિદિન પ્રવાસ કરનારોની સંખ્યા વધી રહી છે. સેન્ટ્રલ અને વેસ્ટર્ન (Central and Western line)બંનેના મળીને હાલ કુલ 70થી 72 લાખ પ્રવાસીઓ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા છે. જેમાં સેન્ટ્રલ રેલવે(Central railway)માં રોજના સરેરાશ 40થી 42 લાખ તો વેસ્ટર્ન રેલવે(Western railway)માં 28થી 30 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરી રહ્યા છે. કોવિડ મહામારી (Covid-19)પહેલા બંને લોકલમાં રોજના સરેરાશ 80 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરતા હતા.
હાલ સેન્ટ્રલ રેલવે દરરોજ 1,810 સર્વિસ દોડાવે છે. સેન્ટ્રલ રેલવેના દાવા મુજબ બહુ જલદી 42 લાખથી પ્રવાસીઓનો આંકડો 45 લાખ પર પહોંચી જાય એવી શક્યતા છે. તો વેસ્ટર્ન રેલવેમાં હાલ 28થી 30 લાખ પ્રવાસીઓ રોજ પ્રવાસ કરે છે. તેમાં આગામી દિવસમાં હજી વધારો થવાની શક્યતા છે. હાલ વેસ્ટર્ન રેલવે રોજની 1375 સર્વિસ દોડાવે છે