ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 24 ફેબ્રુઆરી 2022,
ગુરુવાર,
વેસ્ટર્ન રેલવેમાં આજથી પાંચ દિવસનો બ્લોક હાથ ધરવામાં આવ્યો છે. આ બ્લોક પાલઘરથી વાનગાંવ સેકશન વચ્ચે રહેશે. તેથી ગુજરાત તથા ઉત્તર ભારતથી આવતી મેલ, એક્સપ્રેસ ટ્રેનોના ટાઈમટેબલની સાથે જ ઉપનગરીય લોકલ સેવાને અસર થવાની છે. તેથી ગુજરાતથી આવનારા પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે.
વેસ્ટર્ન રેલવેના જણાવ્યા મુજબ પાલઘર અને વાનગાંવ સેકશન વચ્ચે 24 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી રોજ એક કલાકનો બ્લોક રહેશે. આ બ્લોક 10.10 વાગ્યાથી 11.10 વાગ્યા સુધી રહેશે. બ્લોક દરમિયાન અમુક ટ્રેનો આંશિક ધોરણે રદ કરવામાં આવશે.
બોઈસર અને વાનગાંવ સેકશન વચ્ચે આ કામ કરવામાં આવવાનું છે. એ સિવાય પાલઘર સ્ટેશન પર સમાકામ કરવામાં આવવાના છે. તેથી દહાણુ થી ચર્ચગેટ વચ્ચે દોડતી લોકલ ટ્રેન સેવાને અસર થશે. એ સિવાય ગુજરાત અને ઉત્તર ભારતથી આવનારી ટ્રેનને પણ તેની અસર થશે.
રેલવેના જણાવ્યા મુજબ બ્લોક દરમિયાન ચર્ચગેટથી દહાણુ રોડ વચ્ચે દોડતી લોકલ કેલવે રોડ-ડહાણનુ વચ્ચે આંશિક રૂપે રદ કરવામાં આવી છે. દહાણુ રોડ-વિરાર લોકલ-દહાણુ રોડ-કેલવે રોડની વચ્ચે પણ આંશિક ધોરણે લોકલ સેવા રદ રહેશે.
નવાબ મલિકની ધરપકડની ઉજવણી ભાજપના આ નેતાને પડી ભારે. પોલીસમાં નોંધાઈ એફઆઈઆર; જાણો વિગતે
ટ્રેન નંબર 12934 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસને 24, 26,27 અને 28 ફેબ્રુઆરી 2022ના પાલઘર અને વિરાર સ્ટેશન પર ખાસ હોલ્ટ આપવામાં આવશે. 25 ફેબ્રુઆરી 2022ના આ ટ્રેનને બોઈસર અને વિરાર વચ્ચે હોલ્ટ આપવામાં આવશે.
ટ્રેન નંબર 12990 અજમેર-દાદર સુપરફાસ્ટ એક્સપ્રેસને 24, 26 અને 28 ફેબ્રુઆરીના બોઈસર અને વિરાર સ્ટેશન પર હોલ્ટ આપવામાં આવશે. ટ્રેન નંબર 09159 બાંદ્રા ટર્મિનસ-વાપી એક્સપ્રેસને 24થી 28 ફેબ્રુઆરી સુધી ઉમરોલી સ્ટેશન પર હોલ્ટ આપવામાં આવશે. ટ્રેન નંબર 22952 ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસને 25 ફેબ્રુઆરીના પાલઘર અને વિરાર સ્ટેશન પર હોલ્ટ આપવામાં આવશે. ટ્રેન નંબર 12489 બીકાનેર-દાદર એક્સપ્રેસને 27 ફેબ્રુઆરીના બોઈસર અને વિરાર સ્ટેશન પર હોલ્ટ આપવામાં આવશે.
