Site icon

મુંબઈગરાઓ ટ્રાફિકજામની સમસ્યાનો સામનો કરવા રહેજો સજ્જ, પશ્ચિમ ઉપનગરમાં આટલા ફ્લાયઓવરનાં થશે સમારકામ. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો, 

મુંબઈ, 02, માર્ચ 2022,

Join Our WhatsApp Community

બુધવાર.

પહેલાથી પીક અવર્સમાં ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરનારા મુંબઈગરાને આગામી દિવસમાં વધુ હાલાકીનો સામનો કરવો પડી શકે છે. મુંબઈ મહાગરપાલિકાએ પશ્ર્ચિમ ઉપનગરમાં અંધેરી, ગોરેગામ અને મલાડમાં છ મોટા પુલનાં સમારકામ કરવાની છે. તો આઠ પુલને નવેસરથી બાંધવાની છે, જેમાં ફૂટ ઓવર બ્રીજનો પણ સમાવેશ થાય છે.

પાલિકા ૧૪ પુલનાં કામ પાછળ ૧૭ કરોડ ૭૫ લાખ રૂપિયાનો ખર્ચ કરવાની છે. પહેલાથી વેસ્ટર્ન એક્સપ્રેસ અને એસ.વી. રોડ પર ટ્રાફિક જામની સમસ્યા રહેલી છે. તેમાં હવે આ પુલના કામ હાથ ધરાશે એટલે ટ્રાફિકની સમસ્યા વધુ વકરવાની છે.
પશ્ચિમ ઉપનગરમાં ફ્લાયઓવર, ફૂટ ઓવર બ્રિજના સ્ટ્રક્ચરલ ઑડિટ કરવામાં આવ્યા હતા. તેમાં ચાર ફ્લાયઓવર અને બે ફૂટ ઓવર બ્રિજના મોટા સમારકામ કરાશે. તો આઠ પુલ ફરીથી બાંધવામાં આવશે, જેમાં મુખ્યત્વે મીઠી નદી પરના અંધેરી-કુર્લા રસ્તા પરનો પુલ, લોખંડવાલા કોમ્પલેક્સ અને લક્ષ્મી એસ્ટેટને જોડનારો પુલનો સમાવેશ થાય છે. એ સિવાય અથર્વ કૉલેજથી હિંદુસ્તાન નાળા પરનો ફૂટ ઓવર બ્રિજ, મલાડ-ચારકોપ રસ્તા પરનો પુલ, લાલજીપાડા વલનઈ પોઈસર નદી અને લિંક રોડ, પોઇસર નદી પરના પુલના સમારકામ કરવાના છે. 

રાજકીય કિન્નાખોરી.. ભૂતપૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેઈની પૂર્ણ કદના પૂતળાને સ્થાપનામાં વિલંબ, ભાજપના આ નેતાની આંદોલનની ચીમકી.. જાણો વિગત

કાસમનગરના ફૂટઓવર બ્રિજ, કુરાર વિલેજ, ગાંધીનગરનો ફ્લાયઓવર, પુષ્પા પાર્કનો ફુટ ઓવર બ્રિજ, ગોરેગામ (પૂર્વ)માં ઉત્તર તરફનો રેલવે ફૂટ ઓવર બ્રિજ પરના પાલિકાની હદમાં આવતા પુલનું વિસ્તારીકરણ, પ્લોટ નંબર ૧૩ અને ચાર કલેક્ટર કમ્પાઉન્ડ- માલવણીનો ફૂટ ઓવરબ્રિજ, મધર ટેરેસા સ્કૂલ પાસેનો ફૂટ ઓવર બ્રિજ, કલેક્ટર કમ્પાઉન્ડ પાસેનો ફૂટઓવર બ્રિજ, પ્લોટ નંબર ૨૫ અને ૮ બી કલેક્ટર કમ્પાઉન્ડ પાસેનો ફૂટ ઓવરબ્રિજ, માલવણી પાસેનો ફ્લાયઓવર, સંતોષ નગર-ગોરેગામ (પૂર્વ)ના ફૂટ ઓવર બ્રિજનો સમાવેશ થાય છે

Mumbai-Ahmedabad Highway: મુંબઈ-અમદાવાદ હાઇવે (NH-48) બન્યો ‘મોતનો ફાંસલો’, તલાસરી-દહીંસર પટ્ટા પર આ વર્ષે ૨૩૮ અકસ્માતોમાં થયા આટલા લોકોના મૃત્યુ
Bullet Train NMIA Link: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરને નવી મુંબઈ એરપોર્ટ સુધી જોડવા માટે પ્રસ્તાવ,જાણો કાર્ય ની પ્રગતિ અને સમયરેખા
Central Railway: મુંબઈનું સીએસએમટી પ્લેટફોર્મ ૧૮ પુનર્વિકાસના કામ માટે ૧ ઑક્ટોબરથી આટલા દિવસ માટે રહેશે બંધ, જાણો સંપૂર્ણ માહિતી
Mumbai Rain: મુંબઈને કાળા વાદળોએ ઘેર્યું, વીજળીના કડાકા સાથે ઉપનગરોમાં વરસાદ શરૂ, જાણો આગામી દિવસો માટે હવામાન વિભાગે શું કરી આગાહી
Exit mobile version