Site icon

ગજબ કે’વાય.. . મુંબઈમાં 2 કરોડનો વીમો મેળવવા માટે મહિલાએ રચ્યું તરકટ, પરંતુ થયું કંઈક એવુ કે વીમા કંપની સામે ખુલી ગઈ પોલ..

મુંબઈમાં મૃત્યુનું નાટક કરીને રૃ. બે કરોડનો વીમો મેળવવાનો કાવતરું ઘડ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 2 કરોડનો વીમા ક્લેમ કરવા માટે 50 વર્ષીય મહિલાએ તેના 29 વર્ષના પુત્રને મૃત બતાવ્યો હતો.

For 2 crore insurance woman fakes son death in mumbai

ગજબ કે’વાય.. . મુંબઈમાં 2 કરોડનો વીમો મેળવવા માટે મહિલાએ રચ્યું તરકટ, પરંતુ થયું કંઈક એવુ કે વીમા કંપની સામે ખુલી ગઈ પોલ..

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં મૃત્યુનું નાટક કરીને રૃ. બે કરોડનો વીમો મેળવવાનો કાવતરું ઘડ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 2 કરોડનો વીમા ક્લેમ કરવા માટે 50 વર્ષીય મહિલાએ તેના 29 વર્ષના પુત્રને મૃત બતાવ્યો હતો. આને આધારે વીમાની રકમ મેળવવા દાવો કર્યો. જોકે વીમા કંપનીના અધિકારીની સતર્કતાથી કૌભાંડ બહાર આવ્યું છે. મૂળ અહમદનગર જિલ્લાની એક મહિલાએ અને તેના પુત્રએ મળીને આ કાવતરું ઘડ્યું હતું.

Join Our WhatsApp Community

હવે આ મામલે દાદરના શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીએ દાદર પશ્ચિમમાં એલઆઈસીની શાખામાંથી પોલિસી કઢાવી હતી. 2015માં તેણે પોલિસી કઢાવી હતી. તેના હપ્તા પણ નિયમિત ભરતો હતો. 14 માર્ચ, 2017માં તેણે હપ્તા ભર્યા. આ પછી મહિલાએ નગર- પુણે હાઈવે પર અકસ્માતમાં તેના પુત્રનું મોત થયું હોવાનું દર્શાવીને બે કરોડ રૂપિયાની વીમા રકમની માંગણી કરી હતી. તે માટે બનાવટી દસ્તાવેજો રજૂ કર્યા હતા.

આમ આરોપીઓએ વીમાની રકમ મેળવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ જ્યારે એલઆઈસીની ટીમે દાવાની ચકાસણી કરી તો તે ખોટો હોવાનું જાણવા મળ્યું હતું. એલઆઈસીની તપાસ બાદ દિનેશ જીવતો હોવાનું માલુમ પડયું હતું. હવે એલઆઈસીની ફરિયાદ બાદ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

આ સમાચાર પણ વાંચો :   અદાણી ગ્રુપની સમસ્યાઓનો નથી આવી રહ્યો અંત, વિદેશી બોન્ડની યીલ્ડમાં સતત વધારો

ઉલ્લેખનીય છે કે ખોટા મેકિક્લેમ કરી પૈસા પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવુ આ પહેલીવાર બન્યું નથી. અગાઉ પણ આવા ઘણા કેસ નોંધાઈ ચૂક્યા છે. ગત મહિને જ અમદાવાદમાં આવી ફરિયાદ નોંધાઈ હતી. જ્યાં થલતેજ વિસ્તારની હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતીએ એક નહીં પરંતુ ચાર-ચાર વખત નકલી દાવા કર્યા હતા.

Mumbai crime news: મુંબઈ ક્રાઇમ: ચોકીદાર જ નીકળ્યો ચોરીનો ‘માસ્ટરમાઇન્ડ’!
Mumbai student assault: હોમવર્ક ન કરવા બદલ વિદ્યાર્થિની પર શિક્ષિકાનો અત્યાચાર: મુંબઈમાં ૧૩ વર્ષની બાળકીને લાકડીથી માર માર્યો
Mumbai Murder: ધીમા ઝેરથી મારી નાખવાનો આરોપ: મુંબઈમાં મહિલાના મૃત્યુ કેસમાં સાસરિયાં સહિત આટલા ની થઇ ધરપકડ
US-China Trade: અમેરિકન ટેરિફમાંથી ચીનને રાહત? નાણા મંત્રી બેસેન્ટનો મોટો દાવો, ‘સમજૂતી દ્વારા સમાધાન શક્ય’
Exit mobile version