Site icon News Continuous Bureau | Mumbai

લો બોલો… મુંબઈમાં વૃક્ષોની છંટણી પાછળ જ મનપા ખર્ચશે આટલા કરોડ રૂપિયા… જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

ચોમાસા પહેલા મુંબઈમાં વૃક્ષોની છંટણી કરવાનું કામ મુંબઈ મહાનગરપાલિકા કરવાની છે. તે માટે લગભગ 52 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે.
ચોમાસામાં ભારે વરસાદ અને પવન ફૂંકાવાને કારણે વૃક્ષ ધરાશયી થવાના અને તેની ડાળકીઓ તૂટી પડવાના બનાવ વધી જતા હોય છે. જે રસ્તા પર ચાલનાર વ્યક્તિ માટે જોખમી બની શકે છે. તેથી દર વર્ષે ચોમાસા પહેલા પાલિકા મુંબઈના તમામ વિસ્તારમાં વૃક્ષોની છટણી પાછળ કરોડો રૂપિયા ખર્ચતી હોય છે.

Join Our WhatsApp Channel

ચાલુ વર્ષમાં પાલિકા 52 કરોડ રૂપિયા ખર્ચવાની છે. તે માટે દરેક વોર્ડ અનુસાર પાલિકાએ ટેન્ડર મંગાવ્યા છે. આ વર્ષે ફક્ત એક એક વર્ષ માટે કોન્ટ્રેક્ટર નીમવામાં આવવાનો છે.

આ સમાચાર પણ વાંચો : વાહ!! મુંબઈગરાની સેવામાં આવી વધુ 3 નવી ઓપન ડેક બસ, જાણો વિગતે

આ અગાઉ 2019માં બે વર્ષ માટે કોન્ટ્રેક્ટર નીમ્યો હતો, જેને 97 કરોડ રૂપિયાના ખર્ચે બે વર્ષ માટે કામ આપવામાં આવ્યું હતું.
મુંબઈમાં સૌથી વધુ વૃક્ષોની છટણીનો કોન્ટ્રેક્ટર જી-નોર્થ વોર્ડ એટલે કે દાદર, ધારાવી અને માહિમમાં કરવાની છે. આ વોર્ડ માટે 3 કરોડ 25 લાખ રૂપિયા ખર્ચવામાં આવવાના છે.  ત્યારબાદ બાંદરા, ખાર (પશ્ચિમ) વોર્ડ માટે 3 કરોડ પાંચ લાખ રૂપિયાનો ખર્ચ કરાશે. અંધેરી, જોગેશ્ર્વરી (પશ્ચિમ) માટે 3 કરોડ 3 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવવાનો છે.

Railway Special Drive Divyang Coach દિવ્યાંગ કોચમાં ઘૂસણખોરી સામે રેલવેની લાલ આંખ ૩૩ અનધિકૃત મુસાફરો ઝડપાયા, ₹૬૬,૦૦૦નો તોતિંગ દંડ ફટકાર્યો!
Seawoods Surprise Ticket Checking Drive સીવુડ્સ દારાવે સ્ટેશને રેલવે તંત્રની તવાઈ સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગમાં ૨૩૯ મુસાફરો ઝડપાયા, ₹૧.૧૯ લાખથી વધુનો દંડ વસૂલાયો!
Dahisar Police Recovers Lost Gold Bag દહિસર પોલીસની પ્રશંસનીય કામગીરી રિક્ષામાં ભૂલી ગયેલી ₹૪.૫૦ લાખની સોનાની ચેઇન અને રોકડ ભરેલી બેગ અડધા કલાકમાં પરત અપાવી!
Mankhurd Kidnapped Child Rescued મુંબઈ પોલીસની પ્રશંસનીય કામગીરી માનખુર્દમાંથી અપહરણ થયેલું ૨ વર્ષનું માસૂમ બાળક સહીસલામત મુક્ત, આરોપી દંપતીની ધરપકડ!
Exit mobile version