ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 ફેબ્રુઆરી 2021
ચોમાસા દરમિયાન મુંબઈ શહેરમાં થતી તકલીફો તેમજ ખરાબ રોડ રસ્તા અને લોકલ ટ્રેનમાં ગીર્દી નું પરિણામ હવે રિઅલ એસ્ટેટ પર દેખાઈ રહ્યું છે. નોન રેસિડન્ટ ઇન્ડિયન એટલે કે બિનનિવાસી ભારતીયો હવે મુંબઈ શહેરમાં પ્રોપર્ટી ખરીદવા ના સ્થાને અન્ય શહેરોમાં પ્રોપર્ટી ખરીદી રહ્યા છે. હાલમાં પ્રાપ્ત થયેલા આંકડા અનુસાર વિદેશીઓ સૌથી વધુ બેંગલુરુમાં પ્રોપર્ટી ખરીદી રહ્યા છે. આશરે ૨૪ ટકા લોકો બેંગ્લોરમાં પ્રોપર્ટી ખરીદી રહ્યા છે ત્યારબાદ ૧૯ ટકા લોકો પુનામાં અને દિલ્હીની આસપાસના વિસ્તારમાં ૧૬ ટકા લોકો પ્રોપર્ટી ખરીદી રહ્યા છે. બીજી તરફ મુંબઈ શહેર આ મામલે ચોથા નંબર પર ધકેલાયું છે અને માત્ર ૧૪ ટકા વિદેશીઓ મુંબઈ શહેરમાં ઘર ખરીદી રહ્યા છે.
મુંબઈ શહેરમાં જે પ્રોપર્ટીઓ મળી રહી છે તેના ભાવ ઘણા ઊંચા છે અને તેની તુલનામાં બીજા શહેરો ના ભાવ ઓછા છે આ ઉપરાંત વિદેશીઓ માત્રને માત્ર ત્રણ અને ચાર બેડરૂમ હોલ કિચનનો ફ્લેટ ખરીદવા માટે ઈચ્છુક હોય છે. જ્યારે કે મુંબઈ શહેરમાં આ ફ્લેટ બહુ આસાનીથી ઉપલબ્ધ નથી.
આમ વિદેશીઓને આકર્ષિત કરવાના મામલે મુંબઈ શહેર નીચે જઇ રહ્યું છે.