Site icon

મુંબઈ કોંગ્રેસનો આ મંત્રી લાલુ પ્રસાદ યાદવના રસ્તે ચાલ્યો. મળી શકે છે બિહારથી રાજ્યસભાની ટિકિટ.. કોંગ્રેસમાં મોટી ઉથલપાથલ… જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

દેશના સૌથી જૂના પક્ષ કોંગ્રેસમાં(Congress) ગળતર લાગ્યું છે. એક પછી એક નેતાઓ કોંગ્રેસનો હાથ છોડીને બીજા પક્ષમાં પ્રવેશી રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસને મુંબઈમાં(Mumbai) મોટો ફટકો પડે એવી શક્યતા છે. કોંગ્રેસના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી(Former Minister of Maharashtra) બાબા સિદ્દીકી(Baba Siddiqui) બિહારમાંથી(Bihar) રાજ્ય સભા(Rajya Sabha) માં જવાની તૈયારીમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેઓ લાલુ પ્રસાદની રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના રાજ્ય સભાના ઉમેદવાર બનશે એવું માનવામાં છે.

Join Our WhatsApp Community

મુંબઈના અગ્રણી કોંગ્રેસી નેતા બાબા સિદ્દીકી મુસ્લિમ સમાજમાં(Muslim society) સારું જોર ધરાવે છે. તેઓ જો કોંગ્રેસથી છૂટા પડે છે તો પક્ષને મોટો ફટકો પડી શકે છે. જો તે RJDની ઓફર સ્વીકારે છે તો રાજ્યસભામાં મુંબઈથી બિહાર માટેના તેઓ પહેલા ઉમેદવાર બની જશે.

આ સમાચાર પણ વાંચો :  લોકોના સારા પ્રતિસાદને પગલે મુંબઈના દાદર વિસ્તારમાં હવે શહેરવાસીઓ માટે ખુલ્યું બીજું વેલેટ પાર્કિંગ..જાણો વિગતે…

જોકે બાબા સિદ્દીકીએ તેમને બિહારથી ઉમેદવારી મળી રહી હોવાનો વાતનો સ્વીકાર કર્યો નહોતો. કોંગ્રેસના નેતા કહેવા મુજબ લાલુ પ્રસાદની(Lalu Prasad) મોટી દીકરી મિસા ભારતી RJDની પહેલી ઉમેદવાર છે. તો બીજી સીટ માટે લોબિંગ ચાલી રહ્યું છે. કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ(Kapil Sibal) અને બાબા સિદ્દીકી નું નામ તેમાં અગ્રેસર બોલાઈ રહ્યું છે.

બાબા સિદ્દીકી બાંદરાથી સતત ત્રણ વખત વિધાનસભામાં(Assembly) ગયા છે. 1999, 2004 અને 2009ની સાલમાં તેઓ ચૂંટાયા હતા. સળંગ બે ટર્મ તેઓ નગરસેવક પણ રહી ચૂક્યા છે. મુંબઈ હાઉસિંગ બોર્ડના(Mumbai Housing Board) તેઓ ચેરમેન પણ રહી ચૂક્યા છે.
 

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version