મુંબઈમાં એન્ટિલિયા કેસની તપાસ કરી રહેલા એનઆઈએએ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકે જાણીતા મુંબઈ પોલીસના પૂર્વ અધિકારી પ્રદીપ શર્માની અટકાયત કરી છે.
શિવસેનાના નેતા અને મુંબઈ પોલીસના ભૂતપૂર્વ 'એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ' પ્રદીપ શર્માના નિવાસ સ્થાને એનઆઈએએ દરોડા પાડ્યા હતા.
એન્ટિલિયા કેસમાં અને મનસુખ હિરેખ હત્યા કેસમાં દરોડા પાડ્યા છે અને શર્માની કોઈપણ ક્ષણે ધરપકડ થવાની સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે પ્રદીપ શર્મા સાથે સંકળાયેલા બિલ્ડર સંતોષ શેલાર અને આશિષ જાધવની ગયા અઠવાડિયે ધરપકડ કરવામાં આવી હતી.
મુંબઈ શહેરનો આ વિસ્તાર કોરોનામુક્ત થઈ રહ્યો છે; જાણો કયો છે વિસ્તાર
