ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૬ એપ્રિલ 2021
સોમવાર
થાણા ની વેદાંત હોસ્પિટલ માં ઓક્સિજન ને કારણે ચાર જણાના મૃત્યુ થયાની ઘટના સામે આવી છે. હોસ્પિટલ પ્રશાસન અને મંત્રી જીતેન્દ્ર આહવાડે આપેલી માહિતી અનુસાર ચાર વ્યક્તિઓના મૃત્યુ થયા છે. જોકે મૃત્યુ ઓક્સિજન ની કમીને કારણે થયા છે કે બીજા કોઈ કારણથી તે સંદર્ભે રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા છે. બપોર પછી આ હોસ્પિટલ ખાતે તમામ પાર્ટીના નેતાઓ પહોંચી ગયા હતા. ત્યારબાદ અહીં જોરદાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
હોસ્પિટલના પ્રશાસનને હજી એ વાત સ્પષ્ટ કરી નથી કે જે લોકોના મૃત્યુ થયા છે તે ઓક્સિજનની કમીને કારણે થયા છે કે પછી બીજા કોઈ કારણથી.
આમ દુર્ઘટનાઓ મુંબઈ શહેર નો પીછો નથી છોડી રહી.