Site icon

રેલ્વે સ્ટેશનની લિફ્ટ થી બચીને રહેજો, હવે ચાર મહિલાઓ ફસાઈ. જાણો વિગતે.

પાલઘર રેલવે સ્ટેશન પાસે એક એવો બનાવ બન્યો છે જેમાં ચાર મહિલાઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. તેઓ રેલવેની લિફ્ટ માં આશરે બે કલાક અટકેલા રહ્યા.

Four Passengers stuck in Railway lift at palghar,

રેલ્વે સ્ટેશનની લિફ્ટ થી બચીને રહેજો, હવે ચાર મહિલાઓ ફસાઈ. જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

પાલઘર ( palghar ) રેલવે સ્ટેશન પાસે એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ. અહીં બે ડોક્ટર અને બે નન ( Railway lift ) રેલ્વેની લિફ્ટ માં ( Four Passengers ) આશરે બે કલાક સુધી અટકેલી રહી. વાત એમ છે કે આ ચારેય મહિલાઓ પાલઘરની નિવાસી છે અને તેઓ રેલ્વે સ્ટેશન પર ઉતાર્યા બાદ પોતાના ગંતવ્ય સ્થાન પર જવા માટે રેલવેની લિફ્ટ માં પ્રવેશ્યા હતા. જોકે આ લિફ્ટ અડધા રસ્તે અટકી ગઈ હતી.

Join Our WhatsApp Community

ત્યારબાદ તેમણે સ્વ બચાવ માટે અનેક પ્રયત્ન કર્યા પરંતુ તેઓ અસફળ રહ્યા. દરમિયાન લિફ્ટ ની અંદર હેલ્પલાઇન નંબર ઉપલબ્ધ ન હોવાને કારણે તેઓ કોઈને ફોન કરી શક્યા નહોતા. આખરે મોબાઇલના માધ્યમથી તેઓએ બહારના લોકોનો સંપર્ક સાધ્યો અને ત્યારબાદ રેલ્વે તરફથી મદદ કરનાર કર્મચારીઓ આવી પહોંચ્યા.

લિફ્ટ મેન આવ્યા બાદ આશરે બે કલાક પછી આ મહિલાઓ લિફ્ટ માંથી બહાર આવી શકી હતી.

 આ સમાચાર પણ વાંચો:  Gold Investment: 90 ટકા ભારતીયોએ ETF સોના તરફ પીઠ ફેરવી.

આવી ઘટનાઓ પહેલા ક્યારે બની છે?

ઉલ્લેખનીય છે કે ગત મહિને બાંદ્રા રેલ્વે સ્ટેશન પાસે અનેક લોકો રેલવેની લિફ્ટ માં ફસાઈ ગયા હતા. જોકે તાત્કાલિક મદદ મળી જતા તેઓનો છુટકારો થયો હતો. હવે સવાલ એ ઉભો થાય છે કે રેલવેની લિફ્ટ કેટલી ભરોસા લાયક છે.

Mumbai Water Cut:મુંબઈગરાં પર પાણી કાપનું સંકટ: ૨૭ જાન્યુઆરીથી શહેર અને પૂર્વ ઉપનગરોમાં ૧૦ ટકા કાપ; BMC એ જાહેર કરી વિસ્તારોની યાદી.
Mumbai E-commerce Theft: મુંબઈમાં ‘લાઈવ’ વીડિયો કોલ પર કરોડોની ચોરી: ઈ-કોમર્સ કંપનીનો કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઈન્ડ;
Terror at Juhu Beach: જુહુ ચોપાટી પર આતંક: ગેરકાયદે ફોટોગ્રાફરોએ પ્રવાસીને માર મારી લોહીલુહાણ કર્યો.
Mumbai Police: અંધેરી પોલીસે સ્પોર્ટ્સ બાઈક ચોર ગેંગને દબોચી: ₹18 લાખની 9 મોંઘીદાટ બાઈક રિકવર; સાકીનાકાથી 3 આરોપીઓ ઝડપાયા.
Exit mobile version