ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૦ નવેમ્બર 2021
શનિવાર.
મુંબઈમા ફૂલ સ્પીડે વૅક્સિનેશન ચાલી રહ્યું છે. ત્યારે મુંબઈની ૧૪,૫૦૦ હાઉસિંગ સોસાયટીઓમાં ૧૦૦ ટકા વૅક્સિનેશન થઈ ગયું છે. વૅક્સિનેશન પૂરું થઈ ગયેલી સોસાયટીઓમાં પાલિકા દ્વારા પોસ્ટર લગાડવામાં આવી રહ્યા છે.
મુંબઈ મહાનગરપાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીના જણાવ્યા મુજબ મુંબઈમાં લગભગ ૩૭,૦૦૦ સોસાયટી છે, તેમાંથી ૨૨,૦૦૦ સોસાયટીઓ રજિસ્ટર્ડ થયેલી છે અને તેમાંથી અત્યાર સુધી ૧૪,૫૦૦ સોસાયટીઓમાં રહેતા નાગરિકોનું ૧૦૦ ટકા વૅક્સિનેશન થઈગયું છે.
વેસ્ટર્ન રેલવેના આ સ્ટેશન પર બનશે નવું રેલવે ટર્મિનસઃ અહીંથી દોડાશે તેજસ અને ખાનગી ઓપરેટરોની ટ્રેન.
પાલિકાએ થોડા દિવસ અગાઉ જ પહેલો ડોઝ ૧૦૦ ટકા થઈગયો હોવાનો દાવો કર્યો હતો. નાગરિકોને વૅક્સિનેશનનું મહત્વ સમજાય તે માટે જે સોસાયટીના ૧૦૦ ટકા રહેવાસીઓએ વૅક્સિન લીધી છે એવી સોસાયટીઓને પાલિકા તરફથી સર્ટિફિકેટ આપવામાં આવે છે અને સોસાયટીના ગેટ પાસે પાલિકાનું ૧૦૦ ટકા વૅક્સિનેટેડનું પોસ્ટર પર લગાડવામાં આવે છે.