Site icon

રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધની આડઅસરઃ વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી આટલા હજાર કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા… જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Community

સોમવાર,

વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી  35,000 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. જો આગામી થોડા દિવસોમાં રશિયા અને યુક્રેન વચ્ચેની યુદ્ધની સ્થિતિ શમી નહીં જાય, તો નિષ્ણાતો આગાહી કરે છે કે વૈશ્વિક બજાર સહિત ભારતીય શેરબજાર પર તેની વધુ પ્રતિકૂળ અસરો થઈ શકે છે.         

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ-FPIs) એ ફેબ્રુઆરીમાં ભારતીય બજારમાંથી 35,506 કરોડ રૂપિયા પાછા ખેંચ્યા હતા. ભારતીય બજારમાં FPI વેચાણનો આ સતત પાંચમો મહિનો છે. પરિણામે છેલ્લા કેટલાક દિવસોમાં શેરબજારમાં જોરદાર ટર્નઓવર જોવા મળ્યું છે. જો આગામી થોડા દિવસોમાં યુદ્ધની સ્થિતિ શમી નહીં જાય તો વૈશ્વિક બજાર સહિત ભારતીય શેરબજાર પર તેની વધુ પ્રતિકૂળ અસરો જોવા મળી શકે છે, એમ નિષ્ણાતોનું કહેવું છે.

હીરા બજારની ચૂંટણીમાં પ્રેસિડન્ટ પદે બહૂમતીએ ચૂંટાયા ભરતભાઈ શાહ : આજે સત્તાવાર જાહેર કરાશે રીઝલ્ટ. જાણો વિગત 

ઑક્ટોબર 2021 થી વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી પાછી ખેંચી રહ્યા છે. માર્ચ 2020 થી ફેબ્રુઆરી 2022 દરમિયાન FPI નો સૌથી વધુ આઉટફ્લો રહ્યો હતો, તે સમયે FPIએ ભારતીય બજારમાંથી 1 લાખ 18,203 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા.

 ડિપોઝિટરી ડેટા અનુસાર, FPIs એ 1 થી 25 ફેબ્રુઆરી વચ્ચે ઇક્વિટીમાંથી 31,158 કરોડ રૂપિયા અને ડેટ સેગમેન્ટમાંથી 4,467 કરોડ રૂપિયા ઉપાડ્યા છે. આ દરમિયાન, તેઓએ હાઇબ્રિડ સાધનોમાં રૂ. 120 કરોડનું રોકાણ કર્યું છે.

રશિયા-યુક્રેન તણાવને કારણે FPIs સાવધાની રાખી રહ્યું છે. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા કેટલાક ઉત્તેજક પગલાં પાછા ખેંચવાની અને વ્યાજદરમાં મોડેથી વધારાની જાહેરાત કર્યા પછી FPIsમાંથી આઉટફ્લો આવ્યો હતો. નિષ્ણાતોના કહેવા મુજબ FPIs રશિયા-યુક્રેન તણાવ અંગે સાવધ છે અને ભારત જેવા ઊભરતાં બજારોથી દૂર રહેવાનું પસંદ કરે છે.

BMCની છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીમાં બોલાશે સપાટો, એક સાથે આવશે આટલા પ્રસ્તાવ મંજૂરી માટે; જાણો વિગત 

Online game: ગેમિંગની લતનો કરૂણ અંજામ,પુત્રે વડીલોના પૈસા ગેમમાં ગુમાવ્યા બાદ લીધો આવો ગંભીર નિર્ણય.
Mumbai Diwali cleanliness drive: દિવાળી પહેલાં મુંબઈ ઝળહળશે! BMCનું 15 થી 19 ઓક્ટોબર દરમિયાન વિશેષ સફાઈ અભિયાન
ATM fraud: ATM કાર્ડની ચોરી-છેતરપિંડી કરનાર ગેંગ ઝડપાઈ: મુંબઈમાંથી 3 આરોપીઓની ધરપકડ
Enemy Property: શું તમે ખરીદશો ‘શત્રુ સંપત્તિ’? મુંબઈમાં વેચાણ શરૂ, જાણો કાયદો અને ખરીદીના નિયમો.
Exit mobile version