Site icon News Continuous Bureau | Mumbai

લોકલ ટ્રેનોમાં મુસાફરો ની સંખ્યા અચાનક વધી ગઈ.. તપાસ કરતાં સામે આવ્યું આ મોટું કૌભાંડ..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
16 જાન્યુઆરી 2021 

મુંબઈ ની લોકલ ટ્રેન એટલે જીવાદોરી. ધીમે ધીમે લોકલ ટ્રેનમાં મુસાફરોની સંખ્યા સતત વધી રહી છે. પરંતુ જરૂરી નથી કે આ લોકો ખૂબ જ આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા હોય. જોકે મહિલા મુસાફરોને કારણે આ આંકડા વધ્યા જરૂર છે, પરંતુ તેમને મંજૂરી મળ્યાને હવે બે મહિના થઈ ગયા છે. એવા સમયે રેલવે પ્રશાસને નોંધ્યું છે કે, અચાનક લોકલ ટ્રેનોમાં મુસાફરોની સંખ્યા દૈનિક 17 લાખ નજીક પહોંચી ગઈ છે. જે બતાવે છે કે જેટલાં લોકોને મંજુરી મળી છે તેના કરતા આ સંખ્યા ખૂબ વધારે છે. રેલવેએ આનું કારણ શોધવાના પ્રયત્નો કર્યા ત્યારે મોટું કૌભાંડ સામે આવ્યું છે. 

Join Our WhatsApp Channel

 

રેલ્વે પ્રોટેક્શન ફોર્સ દ્વારા પકડાયેલા કેટલાક આરોપીના ફોન નંબર અને મેસેજની તપાસ કરતા જણાયું કે, આ લોકો મેસેજિંગ એપ દ્વારા લોકોનો સંપર્ક કરતાં હતા. અને સ્થાનિક મુસાફરી કરવા ઇચ્છતા લોકોને નકલી પાસ બનાવી આપતા હતા. આ માહિતીના આધારે પોલીસે 21 વર્ષીય આરોપીની ધરપકડ કરી હતી. તેની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 420, 465 અને 468 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. 

હાલ અનુમતિ આપેલા લોકો જ રેલવે દ્વારા મુસાફરી કરી શકે છે. નિર્ધારિત સમયગાળા દરમિયાન મહારાષ્ટ્ર સરકાર દ્વારા સૂચિત વર્ગો માટે 1201 વિશેષ ઉપનગરીય સેવાઓ કાર્યરત છે. નકલી રેલવે આઈડી નું કૌભાંડ સામે આવ્યા બાદ રેલ સુરક્ષા દળ લગાતાર લોકલ ટ્રેનોમાં મુસાફરી કરી રહયા છે. સાથે જ મહારાષ્ટ્ર સરકારે નક્કી કરેલા ધોરણોનું પાલન કરવા અને સોશિયલ પ્રોટોકોલનું પાલન કરવા લોકોને વિનંતી કરવામાં આવી રહી છે.

Bombay High Court Manual Scavenging હાથથી ગટર સફાઈના મુદ્દે બોમ્બે હાઈકોર્ટની વેધક ટિપ્પણી ‘આપણી માનસિકતા બદલાઈ નથી’
Jogeshwari Police Recovery જોગેશ્વરી પોલીસ બની દેવદૂત મૂકબધિર બાળકના ખોવાયેલા મોબાઈલની શોધખોળ કરી પરિવારને સોંપ્યો
Marine Drive Arms Seizure મરીન ડ્રાઇવ પર હડકંપ! ત્રણ પિસ્તોલ અને જીવંત કારતુસ સાથે ચાર કુખ્યાત શખ્સો ઝડપાયા
BMC Officials Arrested જપ્ત કરાયેલો સામાન છોડવા માટે માંગી લાંચ બીએમસીના બે અધિકારીઓ એસીબીના પંજામાં
Exit mobile version