News Continuous Bureau | Mumbai
પુસ્તક પ્રેમીઓ માટે આનંદદાયક સમાચાર છે. પુસ્તકના શોખીનોને હવે મુંબઈના બગીચાઓમાં સાવ મફતમાં પુસ્તકો વાંચવા માટે મળવાના છે.
મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈના 24 વોર્ડમાં આવેલા 24 બગીચાઓમાં પ્રાયોગિક ધોરણે એક યોજના અમલમાં મુકી છે, જે હેઠળ 24 બગીચામા મફત વાચનાલયની સુવિધા ઉપલબ્ધ થવાની છે.
આ સમાચાર પણ વાંચો : ચોમાસામાં મુંબઈગરા રામભરોસે.. ચોમાસામાં મુંબઈ પાણીમાં ડૂબશે, ભાજપનો પાલિકા પ્રશાસન પર આરોપ; જાણો વિગતે
આધુનિક યુગમાં આજની જનરેશન ટેબલેટ, મોબાઈલ, કમ્પ્યુટર માં વ્યસ્ત થઈ ગઈ છે ત્યારે લુપ્ત થઈ રહેલી વાંચનની સંસ્કૃતિને ફરી લોકોમાં જાગૃત કરવા માટે પાલિકાએ આ યોજના હાથ ધરી છે. જે હેઠળ બહુ જલદી 24 વોર્ડમાં આવેલા બગીચાઓમાં મફત લાયબ્રેરી શરૂ થઈ જશે.
