Site icon

પરિવહન વિભાગનો સૌથી મોટો નિર્ણય : હવેથી તમામ ટૅક્સી પર ઇન્ડિકેટર નહીં હોય તો ટૅક્સી બંધ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 1 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

મુંબઈમાં પહેલી જાન્યુઆરી, 2022થી તમામ ટૅક્સીના રૂફટૉપ પર ઇન્ડિકેટર રાખવું ફરજિતાય રહેશે. જે ટૅક્સી પર ઇન્ડિકેટર બેસાડવામાં નહીં આવે એ ટૅક્સીને ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવશે નહીં એવો નિર્ણય રાજ્યની ટ્રાન્સપૉર્ટ ઑથૉરિટીએ લીધો છે.

આ નિર્ણય પ્રવાસી માટે ફાયદાકારક બની રહેશે, કારણ કે સામાન્ય રીતે ટૅક્સી-ડ્રાઇવર અને પ્રવાસી વચ્ચે ભાડાને લઈને હંમેશાં માથાકૂટ થતી હોય છે. હવે એને ટાળવા માટે રૂફટૉપ ઇન્ડિકેટર મહત્ત્વનું સાબિત થઈ રહેશે. ટૅક્સીની ઉપર રહેલ ઇન્ડિકેટર ત્રણ રંગ બતાવશે. લીલો રંગ એટલે ટૅક્સીચાલક ભાડું લેવા તૈયાર છે. સફેદ રંગ એટલે ડ્રાઇવર ભાડું લેવા તૈયાર છે. લાલ રંગ એટલે પ્રવાસી ટૅક્સીમાં છે.

આખરે ગિરદીથી ખીચોખીચ એવી કાંદિવલીની આ માર્કેટને સુધરાઈએ પરવાનગી ન આપી; જાણો વિગત

2019માં સરકારે તમામ ટૅક્સીઓ માટે ઇન્ડિકેટર ફરજિયાત કરવાનો નિર્ણય લીધો હતો, જેને પહેલી ફેબ્રુઆરી, 2020થી અમલમાં મૂકવાનો હતો. એ મુજબ નવી ટૅક્સીનું  રજિસ્ટ્રેશન કરતી વખતે તેની છત પર ઇન્ડિકેટર હોવું ફરજિયાત થઈ ગયું હતું. જૂની ટૅક્સીને રૂફટૉપ પર ઇન્ડિકેટર બેસાડવા માટે એક જાન્યુઆરી, 2021 સુધીની મુદત આપવામાં આવી હતી. કોરોનાને કારણે આ મુદત લંબાવી દેવામાં આવી હતી.

Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Worli Sewri Elevated Road Accident: વરલી-શિવડી એલિવેટેડ રોડના કામમાં જીવલેણ બેદરકારી: પરેલમાં ઊંચાઈ પરથી સળિયો પડતા રાહદારી યુવાન લોહીલુહાણ; સેફ્ટી નેટનો અભાવ.
Mumbai Drug Bust: મુંબઈમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ: ₹૨.૮૧ કરોડનું ‘હાઈ-ગ્રેડ’ ચરસ જપ્ત; નેપાળી દાણચોરો અને વિલે પાર્લેનું પેડલર દંપતી ઝડપાયું.
Exit mobile version