ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,3 નવેમ્બર, 2021
બુધવાર.
એક તરફ વેક્સિનેશન ઝડપી બનાવવા મુંબઈ મનપા અનેક ઉપાયયોજના અમલમાં મૂકી રહી છે. છતાં 100 ટકા વેકિસનેશન પૂરું થવામાં હજી પણ ખાસ્સો એવો સમય નીકળી જવાનો છે. ત્યારે હવે વેક્સિનેશનની ઝુંબેશને ફરી ફાચર પડવાની છે. દિવાળીના ચાર દિવસ મુંબઈમાં વેક્સિનેશન ઝુંબેશ બંધ રહેવાની છે.
મુંબઈના તમામ સરકારી અને મહાનગરપાલિકા કેન્દ્ર ગુરુવાર ચાર નવેમ્બરથી રવિવાર 7 નવેમ્બર 2021 સુધી ચાર દિવસ માટે વેકિસનેશન બંધ રહેવાનું છે. સોમવાર 8 નવેમ્બર 2021ના વેક્સિનેશન પૂર્વવત થશે.
કહાની માં ટ્વિસ્ટ: પ્રશાંત કિશોર ફરી કોંગ્રેસ માટે રણનીતિ બનાવશે? હાઇકમાન્ડે પંજાબ સીએમ ચન્નીને આપ્યા આ નિર્દેશ