Site icon

સારા સમાચાર!! ભાઈંદર-વસઈના નાગરિકોની હાલાકી થશે ઓછી. પ્રવાસના સમયની થશે બચત.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

 ભાયંદર અને વસઈ વચ્ચેની રો-રો સેવા જૂન મહીનાથી શરૂ થઈ રહી છે. હાલ ભાયંદર-વસઈ વચ્ચે બાય રોડ જવા માટે લગભગ સવા કલાકનો સમય લાગતો હોય છે. તેમા પણ ટ્રાફિક જામ હોય ત્યારે વાહનચાલકોની હાલાકી વધી જતી હોય છે. 

Join Our WhatsApp Community

ભાયંદર-વસઈની વચ્ચે જૂન મહિનાથી ચાલુ થનારી રો-રોને કારણે લાખો પ્રવાસીઓને તો રાહત થશે.  ભાયંદર જેટ્ટીનું સો ટકા અને વસઈ જેટ્ટીનું સાઠ ટકા કામ પૂરું થઈ ગયું છે. ભાયંદર થી વસઈ બાય રોડ એક કલાકથી સવા કલાકનો સમય ઘટીને 15થી 20 મિનિટનો થઈ જશે.

આ સમાચાર પણ વાંચો : ઉત્તર મુંબઈમાં મહિલા દિવસની ઉજવણી, ભાજપ દ્વારા આ ખાસ મહિલાઓનું કરાયું સન્માન; જુઓ તસવીરો જાણો વિગતે..

રો-રોમાં વાહન પણ લઈ જવાની સગવડ હશે. પ્રથમ તબક્કામાં ડોમ્બિવલી, કોલશેત, મીરા-ભાયંદર, કોલ્હેરમાં જેટ્ટીનું કામ ચાલી રહ્યું છે. આ પૂરા પ્રોજેક્ટ માટે સો કરોડ રૂપિયા ખર્ચવામાં આવવાના છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને 50-50 કરોડ રૂપિયાનો ફાળો રહેશે.

થાણે, મીરા-ભાયંદર, ભિવંડી, કલ્યાણ નગરપાલિકાને જોડનારી આ વોટર ટ્રાન્સપોર્ટેશન યોજના ખૂબ મહત્વની છે. પહેલા તબક્કામાં ચાર જેટ્ટીનું કામ કરવામાં આવવાનું છે.

Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Worli Sewri Elevated Road Accident: વરલી-શિવડી એલિવેટેડ રોડના કામમાં જીવલેણ બેદરકારી: પરેલમાં ઊંચાઈ પરથી સળિયો પડતા રાહદારી યુવાન લોહીલુહાણ; સેફ્ટી નેટનો અભાવ.
Mumbai Drug Bust: મુંબઈમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ: ₹૨.૮૧ કરોડનું ‘હાઈ-ગ્રેડ’ ચરસ જપ્ત; નેપાળી દાણચોરો અને વિલે પાર્લેનું પેડલર દંપતી ઝડપાયું.
Exit mobile version