Site icon

મોટા સમાચાર – મુંબઈમાં હવે ડ્રાઇવર સહિત આ લોકો માટે પણ સીટ બેલ્ટ ફરજીયાત- ટ્રાફિક પોલીસે જારી કર્યો આદેશ

News Continuous Bureau | Mumbai

ગયા મહિને પ્રખ્યાત ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું(businessman Cyrus Mistry) કાર અકસ્માતમાં (car accident) નિધન થયું હતું. ત્યારપછી દેશભરના વિવિધ રાજ્યોમાં ટ્રાફિક પોલીસે(Traffic Police) ટ્રાફિક નિયમોનો (Traffic rules) કડક અમલ શરૂ કર્યો છે. આ સાથે સલામત વાહન મુસાફરી(Vehicle travel) માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલા નવી દિલ્હીમાં ડ્રાઈવર અને સહ-યાત્રીઓ(Driver and co-passengers) માટે સીટ બેલ્ટ (Seat belt) ફરજિયાત બનાવવામાં આવ્યો છે. હવે મુંબઈમાં પણ આવો જ નિયમ લાગુ કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

મુંબઈ ટ્રાફિક પોલીસે નવો આદેશ જારી કર્યો છે. મુંબઈમાં ડ્રાઈવિંગ (Driving) કરતી વખતે હવે ડ્રાઇવર તેમજ તેના સહ-યાત્રીઓએ ફરજિયાત રીતે સીટ બેલ્ટ પહેરવો પડશે. આ નિયમોનું પાલન ન કરનારાઓ સામે મુંબઈ ટ્રાફિક પોલીસ કડક કાર્યવાહી કરશે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં તહેવારોની ચમક ફિક્કી- દિવાળી પર ચાઈનીઝ કંદિલ ઉડાવવા પર પ્રતિબંધ- પોલીસે આ કારણે લીધો નિર્ણય

ટ્રાફિક પોલીસના આદેશ અનુસાર, જેમની પાસે સીટ બેલ્ટ નથી અથવા જેમના સીટ બેલ્ટમાં ખામી છે, તેઓએ 31 ઓક્ટોબર સુધીમાં પોતાની કારમાં સીટ બેલ્ટ લગાવી લેવો જોઈએ. 1 નવેમ્બરથી કારમાં સીટબેલ્ટ પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.

શિવસંગ્રામના (Shivsangram) ભૂતપૂર્વ ધારાસભ્ય(Former MLA) વિનાયક મેટે (Vinayak Mete) અને ટાટા જૂથના ભૂતપૂર્વ ચેરમેન(Former Chairman of Tata Group) સાયરસ મિસ્ત્રીનું(Cyrus Mistry) માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. માર્ગ અકસ્માતોની(road accidents) સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. સહ-યાત્રીઓએ સીટબેલ્ટ ન પહેરવાના કારણે અકસ્માતોમાં મૃત્યુની સંખ્યામાં વધારો થવાને કારણે હવે સહ-યાત્રીઓએ પણ સીટબેલ્ટ પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે.

Maha Mumbai Metro energy savings: મહા મુંબઈ મેટ્રોનું ‘સ્માર્ટ રન’: વીજળીના વપરાશમાં 13% ઘટાડો, ₹12.79 કરોડની જંગી બચત
Mira Bhayandar mini cluster scheme: મિની ક્લસ્ટર યોજનાનો વ્યાપ વધ્યો: મિરા-ભાઈંદરમાં ઓછામાં ઓછા 5 ઇમારતોના જૂથને હવે વિકાસની મંજૂરી મળશે
Mumbai honey trap case: મુંબઈમાં ઉદ્યોગપતિ સાથે અસામાન્ય છેતરપિંડી, લિફ્ટ આપીને ફસાયા.
London job visa scam: નેપાળી યુગલને લંડનમાં નોકરી-વિઝાની લાલચ આપી ₹27 લાખની છેતરપિંડી: વીઝા કાઉન્સેલરની ધરપકડ
Exit mobile version