ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઑગસ્ટ, 2021
બુધવાર
મુંબઈ શહેરવાસીઓને લાઈફલાઈન સમાન લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા માટે છેલ્લા લાંબા સમયથી મુંબઈવાસીઓ તલપાપડ હતા. હવે તેમને પરવાનગી મળતાની સાથે જ કાયદેસરની પ્રક્રિયા પતાવવા માટે રેલવે સ્ટેશનની બહાર મુંબઈ મહાનગરપાલિકાની હેલ્પ ડેસ્ક પાસે લાંબી લાઈન લાગી રહી છે. મુંબઈ મહાનગરપાલિકાએ પર્યાપ્ત સંખ્યામાં હેલ્પ ડેસ્ક રાખી છે પરંતુ લોકોનો ધસારો ઘણો વધારે છે. આ હેલ્પ ડેસ્ક પર પોલીસ સુરક્ષા પણ પૂરી પાડવામાં આવી છે. તેમજ લોકો લાઈન લગાવી રહ્યા છે. જુઓ વિડિયો.