Site icon

આનંદો.. આજથી મુંબઈના રસ્તા પર દોડશે દેશની પ્રથમ ઇલેક્ટ્રિક એસી ડબલ ડેકર બસ, જાણો કેટલું હશે ભાડું અને રૂટ..

મુંબઈકરોને આજથી BESTની ઈલેક્ટ્રીક એસી ડબલ ડેકર બસમાં મુસાફરી કરવાનો લાભ મળવા જઈ રહ્યો છે. દેશની પ્રથમ ઇલેક્ટ્રિક એસી ડબલ ડેકર બસ આજથી CSMT અને NCPA વચ્ચે દોડશે. બેસ્ટ વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, આ મહિનાના અંત સુધીમાં વધુ પાંચ ડબલ ડેકર બસોને કાફલામાં સામેલ કરવામાં આવશે.

best will get more 60 ac bus mumbai

'બેસ્ટ'ના કાફલામાં 60 વધુ એસી પ્રીમિયમ બસો, આ બે વધારાના રૂટ પર સેવા

 News Continuous Bureau | Mumbai

મુંબઈકરોને આજથી BEST ની ઈલેક્ટ્રીક એસી ડબલ ડેકર બસમાં મુસાફરી કરવાનો લાભ મળવા જઈ રહ્યો છે. દેશની પ્રથમ ઇલેક્ટ્રિક એસી ડબલ ડેકર બસ આજથી CSMT-NCPA વચ્ચે દોડશે. બેસ્ટ વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, આ મહિનાના અંત સુધીમાં વધુ પાંચ ડબલ ડેકર બસોને કાફલામાં સામેલ કરવામાં આવશે.

Join Our WhatsApp Community

પ્રથમ પાંચ કિલોમીટર માટે મુસાફરોએ માત્ર 6 રૂપિયા ચૂકવવા પડશે. આ ડબલ ડેકરની ખાસ વિશેષતા એ છે કે આ બસો વાતાનુકૂલિત છે, વધુ સીટીંગ એરિયા, સીસીટીવી, સિંગલ ચાર્જ પર ત્રણ કલાક સુધી 120 કિમી ચાલી શકે છે. માર્ચના અંત સુધીમાં, બેસ્ટ તરફથી 50 ડબલડેકર એસી ઇલેક્ટ્રિક બસો સેવામાં આવશે.

મહત્વનું છે કે મુંબઈગરાઓ વચ્ચે બહુપ્રતિક્ષિત ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ 13 ફેબ્રુઆરીથી સેવામાં આવી ગઈ છે. બેસ્ટના કોલાબા ડેપોમાં પ્રથમ EV ડબલ ડેકરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ બસો તબક્કાવાર બેસ્ટ સેવા હેઠળ આવશે. પ્રથમ નવી ડબલ ડેકર બસ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સથી બાંદ્રા સ્ટેશન સુધી દોડશે. આ બસો દક્ષિણ મુંબઈમાં CSMT થી નરીમાન પોઈન્ટ, કોલાબા થી વરલી અને કુર્લા થી સાંતાક્રુઝ રૂટ પર દોડશે.

આ સમાચાર પણ વાંચો : આખરે આ સાદિક અલી કેસ શું છે? જેને કારણે ઉદ્ધવ ઠાકરે એ શિવસેના ગુમાવવી પડી.

ખાનગી વાહનોમાં ઘટાડો

90 મુસાફરોની ક્ષમતા ધરાવતી ઈ-ડબલ-ડેકર બસો રસ્તા પર ખાનગી વાહનોની સંખ્યામાં ઘટાડો કરશે. બસમાં સીટ બેલ્ટ, સ્પીકર જેવી તમામ સુવિધાઓ આપવામાં આવી છે.

900 એસી ડબલ ડેકર

BEST મુંબઈના રસ્તાઓ પર પ્રદૂષણ ઘટાડવા માટે ઇલેક્ટ્રિક એર-કન્ડિશન્ડ ડબલ-ડેકર બસો શરૂ કરવાનું આયોજન કરી રહ્યું છે. આગામી બે વર્ષમાં મુંબઈમાં કુલ 900 એસી ડબલ ડેકર બસો દોડશે. પ્રથમ તબક્કામાં 200 ડબલ ડેકર બસોને કાફલામાં સામેલ કરવામાં આવશે.

બેસ્ટના કાફલામાં 3,680 બસો

ઉલ્લેખનીય છે કે બેસ્ટ પાસે 3,680 થી વધુ બસોનો કાફલો છે, જેમાં 2,440 સામાન્ય એસી અને નોન-એસી સીએનજી બસો, 396 ઇલેક્ટ્રિક એસી અને 25 હાઇબ્રિડ એસી બસોનો સમાવેશ થાય છે. બેસ્ટ અનુસાર, મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, નવી એસી અને નોન એસી બસોને સેવામાં સામેલ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં આરોપ-પ્રત્યારોપનો સિલસિલો ચાલુ, સંજય રાઉતના 2,000 કરોડ રૂપિયાની ડીલના આક્ષેપ પર ભાજપના નેતા કિરીટ સોમૈયાએ પૂછ્યા આ સવાલો

Mega Block:રવિવારે મધ્ય રેલવે દ્વારા થાણે અને કલ્યાણ વચ્ચે મેગા બ્લોક.
Mumbai airport news: મુંબઈ એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ સાથે બે વિદેશીઓની ધરપકડ
Mumbai drug bust: વસઈમાં 8 કરોડની કિંમતના હેરોઈન સાથે રાજસ્થાનના ત્રણ શખ્સોની ધરપકડ
Adani Electricity:અદાણી ઇલેક્ટ્રિસિટી નવરાત્રી અને દુર્ગા પૂજા પંડાલ માટે સરળતાથી કનેક્શન અને રાહતદરે વીજળી આપશે
Exit mobile version