મુંબઈમાં 13 થી 16 ડિસેમ્બર 2022 દરમિયાન G-20 દેશોના પ્રતિનિધિઓની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. કોન્ફરન્સના છેલ્લા દિવસે, G-20 પ્રતિનિધિઓએ મુંબઈમાં સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનની પ્રખ્યાત કાન્હેરી ગુફાઓની મુલાકાત લીધી હતી અને આ સ્થળોના ઈતિહાસ વિશે જાણકારી મેળવી હતી.
આ ગુફાઓ બુદ્ધકાળ દરમિયાન ભારતની કલા અને સંસ્કૃતિ દર્શાવે છે.
આ માટે બોરીવલી હાઇવેને સાફ કરવામાં આવ્યો હતો.
ઠેરઠેર સુશોભનની વસ્તુઓ મૂકવામાં આવી હતી.
વિશ્વભરના પ્રતિનિધિઓ માટે ભારતીય શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ…કેન્દ્રીય પ્રવાસન વિભાગ દ્વારા તુલશી તળાવ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું