Site icon News Continuous Bureau | Mumbai

Gallops Restaurant Licence Suspended લક્ઝરી ડાઇનિંગના નામે ગંદકીનો ખેલ સાઉથ મુંબઈની આઈકોનિક ‘ગેલોપ્સ’ રેસ્ટોરન્ટ પર એફડીએની કાર્યવાહી…

Gallops Restaurant Licence Suspended ફૂડ સેફ્ટી એક્ટના શેડ્યૂલ૪ ના ગંભીર ઉલ્લંઘન બદલ તાત્કાલિક અસરથી કામગીરી બંધ કરવાનો આદેશ; કિચનમાં ગંદકી અને કર્મચારીઓના મેડિકલ રેકોર્ડ ગાયબ

Gallops Restaurant Licence Suspended  લક્ઝરી ડાઇનિંગના નામે ગંદકીનો ખેલ સાઉથ મુંબઈની આઈકોનિક 'ગેલોપ્સ' રેસ્ટોરન્ટ પર એફડીએની કાર્યવાહી…

Gallops Restaurant Licence Suspended લક્ઝરી ડાઇનિંગના નામે ગંદકીનો ખેલ સાઉથ મુંબઈની આઈકોનિક 'ગેલોપ્સ' રેસ્ટોરન્ટ પર એફડીએની કાર્યવાહી…

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Gallops Restaurant Licence Suspended મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સ (Mahalaxmi Racecourse) ખાતે આવેલી અને હાઈપ્રોફાઈલ સેલિબ્રિટીઝમાં લોકપ્રિય એવી રોયલ વેસ્ટર્ન ઈન્ડિયા ટર્ફ ક્લબ સ્થિત પ્રતિષ્ઠિત ‘ગેલોપ્સ’ (Gallops M/s BJRS) રેસ્ટોરન્ટ સામે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ મોટી કાર્યવાહી કરી છે. તહેવારોની મોસમમાં હાથ ધરાયેલી આકસ્મિક તપાસ દરમિયાન રેસ્ટોરન્ટના રસોડામાં અખાદ્ય સ્થિતિ અને ફૂડ સેફ્ટી નિયમોનું ઘોર ઉલ્લંઘન સામે આવતાં તેનું ફૂડ લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. એફડીએની આ આકરી કાર્યવાહીથી દક્ષિણ મુંબઈના ફાઈનડાઈનિંગ સર્કલમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

Gallops Restaurant Licence Suspended – ફ્રિજમાં લોહીના ડાઘવાળો બરફ અને ફાટેલા પેકિંગમાં મુકેલો સામાન

એફડીએના અધિકારીઓએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટના શેડ્યૂલ-૪ હેઠળ હાથ ધરેલી તપાસમાં ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી હતી. રેસ્ટોરન્ટના ફ્રિજમાં રાખવામાં આવેલા બરફ પર નોન-વેજિટેરિયન ફૂડ આઈટમ્સનું લોહી અને કેચપના ડાઘા જોવા મળ્યા હતા. આ ઉપરાંત, ખોરાક તૈયાર કરવા માટે વપરાતો કાચો માલ ફાટેલા અને ક્ષતિગ્રસ્ત પેકેટમાં ખુલ્લો સંગ્રહાયેલો હતો. રસોડાની દીવાલો અત્યંત જર્જરિત હાલતમાં હતી અને ચીમની તેમજ આસપાસના ભાગોમાં ઓઈલ-ગ્રીસના થર જામેલા હોવાનું ધ્યાને આવ્યું હતું.

Gallops Restaurant Licence Suspended – જીવતા વંદા, કીડીઓ અને ગટરના ગંદા પાણીનો ભરાવો

ઈન્સ્પેક્શન ટીમને રસોડાના વિવિધ હિસ્સાઓમાં જીવતા વંદા અને કીડીઓનો ભારે ઉપદ્રવ જોવા મળ્યો હતો. રસોડાના ડ્રેનેજ અને કોકરોચ ટ્રેપ્સ યોગ્ય રીતે ઢંકાયેલા નહોતા, જેના કારણે ગંદુ પાણી જમા થઈ રહ્યું હતું. એટલું જ નહીં, ફૂડ હેન્ડલિંગ કરતા રસોઈયા અને સ્ટાફની વાર્ષિક તબીબી તપાસ (Annual Medical Examination) કે રસીકરણ (Vaccination) ના ફરજિયાત દસ્તાવેજો કે રજિસ્ટર પણ રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ રજૂ કરી શક્યું નહોતું, જે ગ્રાહકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં સમાન સાબિત થયું હતું.

Gallops Restaurant Licence Suspended – તમામ ક્ષતિઓ દૂર ન થાય ત્યાં સુધી રેસ્ટોરન્ટ બંધ રાખવા આદેશ

જાહેર આરોગ્ય અને સ્વચ્છતાના ધોરણોના ખુલ્લેઆમ ઉલ્લંઘનને પગલે એફડીએ દ્વારા ‘ગેલોપ્સ’ને તાકીદે તમામ પ્રકારની કામગીરી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જ્યાં સુધી કિચનનું સંપૂર્ણ ડિપ-ક્લિનિંગ, પેસ્ટ કંટ્રોલ, ડ્રેનેજ રિપેરિંગ અને સ્ટાફના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ્સ રજૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ સસ્પેન્શન ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર એફડીએ દ્વારા હાલ મુંબઈભરમાં ભેળસેળિયા ખાદ્યપદાર્થો અને સ્વચ્છતાના નિયમો નેવે મૂકનારી હોટલો-ડેરીઓ વિરુદ્ધ સઘન સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે.

👉 આ સમાચાર વાચો:
PM Modi USA Visit વર્ષના અંતે મહાબેઠકના એંધાણ! વડાપ્રધાન મોદીટ્રમ્પ વચ્ચે ફ્લોરિડામાં વનઓનવન ચર્ચાની શક્યતા; વૈશ્વિક એજન્ડા પર મંથન

Bullet Train Project Movable Crossing Tech ૩૨૦ કિમીની ઝડપે પણ નહીં લાગે ઝટકો! મુંબઈઅમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરમાં આ અદ્યતન ટ્રેક ટેકનોલોજી લાગુ
Mumbai CSMT Custodial Death મુંબઈના CSMT ખાતે RPF કસ્ટડીમાં યુવકનું રહસ્યમય મોત; પરિવારે લગાવ્યા ગંભીર આક્ષેપ, CID તપાસ શરૂ
Mumbra Station Surprise Ticket Checking મુંબ્રા સ્ટેશને રેલવેની ‘સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગ’; ૧૫૦ બિનટિકિટ મુસાફરો પાસેથી રૂ. ૬૬,૬૧૫નો દંડ વસૂલાયો
Ganpati Immersion Theft ખાર દાંડામાં ગણપતિ વિસર્જન દરમિયાન થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો; પોલીસે રૂ. ૩.૬૬ લાખનો મુદ્દામાલ કર્યો રિકવર
Exit mobile version