ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
ગેંગસ્ટરમાંથી બિલ્ડર બનેલા અશ્વિન નાઈક અને તેના બે સહયોગીઓને બુધવારે નવી મુંબઈની તળોજા જેલમાંથી છોડવામાં આવ્યા હતા .
પ્રાપ્ત જાણકારી મુજબ એક દિવસ પહેલા, 2015 ના ખંડણી કેસમાં સેશન્સ કોર્ટે તેમને અને તેના સાત સાગરીતોને આરોપોમાંથી દોષમુક્ત જાહેર કર્યા હતા.
અધિકારીએ જણાવ્યું કે 58 વર્ષીય અશ્વિન નાઈકને બપોરે એક વાગ્યાની આસપાસ વ્હીલચૅરમાં તળોજા જેલના ગેટ પર લવાયો હતો અને ત્યાંથી તેને ખાનગી કારમાં લઈ જવાયો હતો. કાર સાથે વધુ ત્રણ વાહનો હતાં.
ઉલ્લેખનીય છે કે એક બિલ્ડર પાસેથી 50 લાખની ખંડણી ઉઘરાવવાના કેસમાં દાદર પોલીસે 2015માં તેની ધરપકડ કરી હતી.
