Site icon

અંબા આવો તો રમીએ- મુંબઈની લોકલ ટ્રેનમાં વેપારીઓએ ગરબે ઘૂમી બોલાવી રમઝટ- જુઓ વિડિયો

News Continuous Bureau | Mumbai

એકબાજુ તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. ત્યારે લોકો પણ ઉજવણીના મૂડમાં આવી ગયા છે. જ્યારથી નવરાત્રિ(Navratri)  શરૂ થઈ છે ત્યારથી દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં માત્ર ગરબાના જ વીડિયો દેખાઈ રહ્યા છે. પહેલાં મરીન ડ્રાઇવ(Marine drive) પર મોટી સંખ્યામાં લોકોનો ગરબા(Garba) રમતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે એક લોકલ ટ્રેન(Local Train)માં દુકાનદારો ગરબા રમી રહ્યા હોય તેવો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Join Our WhatsApp Community

 

ટ્વીટર પર એક યુસરે એક વીડિયો શેર કર્યો છે. તે હવે વાયરલ થઈ રહ્યો છે. તેમાં જોઈ શકાય છે કે, લોકલ ટ્રેનમાં વેપારીઓ(Businessman)નું એક જૂથ ગરબા રમી રહ્યુ છે. ત્યારે એકબાજુ તેઓ મન મૂકીને ગરબા રમી રહ્યા છે ને ત્યાં બેસેલા અન્ય લોકો પણ તેમને જોઈને મજા માણી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : નવલી નવરાત્રિનો આજે પાંચમો દિવસ – આજના પાવન દિવસે કરો જગત જનની ઉમિયા માતાના દર્શન લાઈવ

વિડીયો શેર કરનાર યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે, મુંબઈ (Mumbai)નાં દુકાનદારોને તો નવરાત્રીના ગરબા લોકલ ટ્રેનમા જ કરવા પડે કારણ કે 10 વાગે ઘરે પહોંચે ત્યાં તો બધું બંધ થઈ ગયું હોય છે. 

ઉલ્લેખનીય છે કે મુંબઈ શહેરમાં મોટાભાગે નવરાત્રી કાર્યક્રમ 10 બંધ થઇ જતા હોય છે.

આ સમાચાર પણ વાંચો :  જય આદ્યાશક્તિ- તમે કેટલી બધી વખત ગાયું છે પણ શું તમને ખબર છે કોણે- ક્યારે અને ક્યાં લખ્યું હતું- વાંચો સમગ્ર ઇતિહાસ અહીં

Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Worli Sewri Elevated Road Accident: વરલી-શિવડી એલિવેટેડ રોડના કામમાં જીવલેણ બેદરકારી: પરેલમાં ઊંચાઈ પરથી સળિયો પડતા રાહદારી યુવાન લોહીલુહાણ; સેફ્ટી નેટનો અભાવ.
Mumbai Drug Bust: મુંબઈમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ: ₹૨.૮૧ કરોડનું ‘હાઈ-ગ્રેડ’ ચરસ જપ્ત; નેપાળી દાણચોરો અને વિલે પાર્લેનું પેડલર દંપતી ઝડપાયું.
Exit mobile version